રિયાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા સુશાંતની ફૅમિલીએ પ્રેશર કર્યું હતું

01 August, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા સુશાંતની ફૅમિલીએ પ્રેશર કર્યું હતું

સુશાંત સિંહ રાજપૂતના ફ્રેન્ડ સિદ્ધાર્થ પિથાણી દ્વારા મુંબઈ પોલીસને એવું કહેવામાં આવ્યું હતું કે ઍક્ટરની ફૅમિલી દ્વારા તેને રિયા ચક્રવર્તી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થે આ વાત ઈ-મેઇલ દ્વારા મુંબઈ પોલીસને કહી છે. આ ઈ-મેઇલ બાંદરા પોલીસને 28 જુલાઈએ મળી હતી જે સિદ્ધાર્થ પિથાણીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઈ-મેઇલમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તેને સુશાંતની ફૅમિલી દ્વારા આ માટે પ્રેશર કરવામાં આવ્યું હતું. સૌથી પહેલી વાર સુશાંતના ફૅમિલી મેમ્બર દ્વારા તેને 22 જુલાઈએ અજાણ્યા નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો જેમાં તેને રિયાના ખર્ચ વિશે પૂછવામાં આવ્યું હતું. રિયા જ્યારે મૉં બ્લાં અપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યારે કેવા ખર્ચ કરતી એ વિશે તેને પૂછવામાં આવ્યું હતું. તેના કહેવા મુજબ 27 જુલાઈએ ફરી અજાણ્યા નંબર પરથી સુશાંતના ફૅમિલી મેમ્બરનો ફોન આવ્યો હતો અને તેમણે બિહાર પોલીસને સ્ટેટમેન્ટ આપી એમાં રિયા વિરુદ્ધ બોલવા કહ્યું હતું. સિદ્ધાર્થ પહેલાં સુશાંતનો ફ્લૅટમેટ હતો અને તેના કહેવા મુજબ તેને રિયા વિશે જે વાત ખબર નહોતી એ કહેવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty