સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ:મહેશ ભટ્ટની પોલીસે અઢી કલાક પૂછપરછ કરી

27 July, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ:મહેશ ભટ્ટની પોલીસે અઢી કલાક પૂછપરછ કરી

તસવીર: શાદાબ ખાન

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં સાંતાક્રુઝ પોલીસ દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી પરિવાર, ડૉક્ટર, નજીકનાં મિત્રો સહિત બૉલીવુડના અનેક સેલબ્ઝની પૂછપરછ કરી છે. આ કેસના સંદર્ભમાં પોલીસે આજે ફિલ્મમેકર મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન લીધું હતું. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ફિલ્મમેકરની પૂછપરછ લગભગ અઢી કલાક ચાલી હતી.

મહેશ ભટ્ટ સવારે 11.30 વાગ્યાની આસપાસ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને બપોરે બે વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હોવાની માહિતી સુત્રોએ આપી હતી. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મમેકરને સુશાંત સિંહ રાજપૂતની કારર્કિદી અંગે સવાલ કર્યા હતાં. ડીસીપીએ પોતે મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી અને પછી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની બહેને શૅર કરી અભિનેતા સાથેની બાળપણની યાદો, જુના ચૅટ

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પૂછપરછ માટે મહેશ ભટ્ટને સમન્સ મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સવારે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યાં હતાં. રવિવારે જ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, આ કેસના સંદર્ભમાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા કંગના રનોટને સમન્સ મોકલવામાં આવ્યા હતા અને કરણ જોહરના મેનેજરને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો કરણ જોહરને પણ મોકલવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 37 લોકોની પૂછપરછ કરી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput mahesh bhatt mumbai police