સુશાંતની બહેને કેમ આપવી પડી સફાઈ?

12 April, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયા ‘રોડીઝ’માં આવી રહી છે

સુશાંત સિંહ રાજપૂત

રિયા ચક્રવર્તી વિરુદ્ધ ટ્વીટ કર્યું હોવાની હતી ચર્ચા સુશાંત સિંહ રાજપૂતની બહેને હાલમાં જ ટ્વીટ કર્યું હતું અને એને લઈને તેણે ફરી સફાઈ પણ આપી છે. રિયા ચક્રવર્તીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપકો કયા લગા મૈં વાપસ નહીં આઉંગી, ડર જાઉંગી? અબ ડરને કી બારી કિસી ઔર કી.’

આ ટ્વીટ એટલા માટે કર્યું હતું કે તે ‘રોડીઝ’માં આવી રહી છે. તે આ શોમાં ગૅન્ગ લીડર બની છે. રિયાના ટ્વીટ બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘તુમ ક્યૂં ડરોગી? સવાલ એ છે કે તારો કન્ઝ્યુમર કોણ છે? કોઈ સત્તાધારી જ તને આ હિમ્મત આપી શકે છે જે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડિલે કરાવી રહ્યો છે.’

આ ટ્વીટને લઈને એવી ચર્ચા જોરશોરમાં ચાલી હતી કે તેણે રિયા ચક્રવર્તીને લઈને આ ટ્વીટ કર્યું છે. જોકે આ વાત વાયુવેગે ફેલાતાં પ્રિયંકાએ ફરી ટ્વીટ કર્યું હતું કે ‘હું એ વાતનું ક્લૅરિફિકેશન આપવા માગું છું કે મીડિયામાં જે રીતે ચાલી રહ્યું છે એ મુજબ મારું ટ્વીટ કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે નહોતું. આ ખોટું દેખાડવામાં આવી રહ્યું છે અને કોઈએ જાણી જોઈને એ દિશા તરફ ​તીર સાધ્યું હોય એવું લાગે છે. આપણી આસપાસની દુનિયામાં જે ચાલી રહ્યું છે એ વિશેનો મારો ગુસ્સો હતો.’

entertainment news bollywood news bollywood gossips bollywood rhea chakraborty sushant singh rajput