પેઇનલેસ ડેથ અને પોતાના વિશે ગૂગલ સર્ચ કર્યું હતું સુશાંતે

04 August, 2020 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેઇનલેસ ડેથ અને પોતાના વિશે ગૂગલ સર્ચ કર્યું હતું સુશાંતે

મુંબઈ પોલીસે ગઈ કાલે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતે ઇન્ટરનેટ પર પેઇનલેસ ડેથ અને મેન્ટલ ડિસઑર્ડર વિશે ગૂગલ સર્ચ કર્યું હતું. મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહે પ્રેસ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સુશાંત વિશે શું લખવામાં આવી રહ્યું છે એ માટે તેણે આર્ટિકલ વિશે જાણવા ગૂગલ પર પોતાનું નામ સર્ચ કર્યું હતું. તેણે ‘પેઇનલેસ ડેથ’, ‘સ્કિઝોફ્રેનિયા’, અને ‘બાયપોલર ડિસઑર્ડર’ વિશે પણ સર્ચ કર્યું હતું. ૨૦૧૯ના જાન્યુઆરીથી ૨૦૨૦ના જૂન સુધીનાં બૅન્ક-સ્ટેટમેન્ટ પણ મેળવવામાં આવ્યાં છે. આ મુજબ તેના ખાતામાં ૧૪.૫ કરોડ ક્રેડિટ થયા હતા અને ચાર કરોડની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હતી.’

દરમિયાન, સુશાંતની આત્મહત્યાના કેસમાં તેનો ફ્રેન્ડ દીપેશ રવિવારે રાતે પોલીસ સામે હાજર થયો હતો. પોલીસે દીપેશ અને સિદ્ધાર્થ પઠાણીને નોટિસ મોકલાવી હતી. સિદ્ધાર્થ હજી સુધી પોલીસ સામે નથી ગયો. સિદ્ધાર્થ પહેલી વ્યક્તિ છે કે જેણે સુશાંતના મૃતદેહને જોયો હતો. તે સુશાંત સાથે જ રહેતો હતો. એવામાં જો સિદ્ધાર્થ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવશે. એ વિશે પટના રેન્જના આઇજીપી સંજય સિંહે કહ્યું હતું કે ‘બન્નેને કલમ ૧૬૦ હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. તેમને પોતાનું સ્ટેટમેન્ટ નોંધવા માટે સામસામે બેસવું પડશે. દીપેશે તો પોલીસ સામે પોતાની હાજરી દેખાડી છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput mumbai police bihar patna