SSR કેસ: અભિનેતાનો વિસેરા રિપોર્ટ નેગેટીવ, શરીરમાં ઝેર હતું જ નહીં

29 September, 2020 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: અભિનેતાનો વિસેરા રિપોર્ટ નેગેટીવ, શરીરમાં ઝેર હતું જ નહીં

14 જૂનના રોજ આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને ત્રણ મહિના કરતા વધુ થઈ ગાય છે. પરંતુ હજી સુધી એ બાબત સ્પષ્ટ નથી થઈ કે, અભિનેતાએ આત્મહત્યા કરી હતી કે પછી હત્યા કરવામાં આવી છે. આ કેસની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) કરી રહી છે. અભિનેતાના કેસમાં AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે CBIને વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને સૂત્રોના મતે, સુશાંત સિંહ રાજપૂતને ઝેર આપવામાં આવ્યું નહોતું. AIIMSના ડૉક્ટર્સને અભિનેતાના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર મળ્યું નથી.

ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે, CBIએ હજી સુધી કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સને ક્લીન ચિટ આપી નથી. કૂપર હોસ્પિટલના રિપોર્ટને વિગતવાર જોવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે. કૂપર હોસ્પિટલ હજી પણ શંકાના ઘેરામાં છે. AIIMSના રિપોર્ટમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે કૂપર હોસ્પિટલે સુશાંત કેસમાં લાપરવાહી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે, કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઓટોપ્સી કરી હતી. આ ઓટોપ્સી પર અનેક સવાલો કરવામાં આવ્યા છે. સુશાંતના ગળા પરના નિશાન અંગે રિપોર્ટમાં કંઈ જ કહેવામાં આવ્યું નથી. સુશાંતના મોતનો સમય પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો નહોતો.

તમને જણાવી દઈએ કે, બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSL ને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. ફોરેન્સિક ઈનવેસ્ટીગેશન ઓફ ક્રાઈમ એન્ડ સાયન્ટિફિક સર્વિસ (CFSL)એ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત ટૂંક દિવસમાં કરાય તેવી સંભાવના છે. રિપોર્ટમાં તેને પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામાં આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

સુત્રોના મતે, CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આ રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે, કે તેના કમરેથી મળેલા કપડાનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત ફ્લેટમાં 14 જૂને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) કરી રહી છે.

entertainment news bollywood bollywood news sushant singh rajput all india institute of medical sciences central bureau of investigation