SSR કેસ: રિયા ચક્રવર્તીએ માગ્યું પોલીસ પ્રોટેક્શન

28 August, 2020 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

SSR કેસ: રિયા ચક્રવર્તીએ માગ્યું પોલીસ પ્રોટેક્શન

રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની ફાઈલ તસવીર

રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસ પાસે પ્રોટેક્શન માગ્યું છે. તેનું કહેવું છે કે તેને ધમકીઓ મળી રહી છે અને તેની ફૅમિલીની લાઇફ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેણે એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેના ડૅડી બિલ્ડિંગમાં પોતાના ઘરમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મીડિયા તેને ઘેરી વળે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘આ મારા બિલ્ડિંગની અંદરનું કમ્પાઉન્ડ છે. વિડિયોમાં જે વ્યક્તિ દેખાય છે એ મારા પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી છે (રિટાયર્ડ આર્મી ઑફિસર). અમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, સીબીઆઇ અને વિવિધ તપાસ એજન્સીઓને સહયોગ આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. મારી અને મારી ફૅમિલી પર જોખમ તોળાઈ રહ્યું છે. અમે સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમને મળવા પણ ગયાં હતાં. જોકે અમને કોઈ મદદ આપવામાં ન આવી. તપાસ એજન્સી પાસે પણ મદદ માગી તો ત્યાંથી પણ કોઈ મદદ ન મળી. અમારી ફૅમિલી કેવી રીતે રહી શકશે? વિવિધ એજન્સીઓને સહયોગ કરવા માટે અમે માત્ર સહાય માગી રહ્યા છીએ. મેં મુંબઈ પોલીસને અપીલ કરી છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, જેથી અમે તપાસ એજન્સીઓને સહયોગ કરી શકીએ. કોરોના કાળમાં કાયદા અને વ્યવસ્થાને જાળવી રાખવાં જરૂરી છે.’

બીજી બાજુ, સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહે આરોપ કર્યો છે કે રિયા ચક્રવર્તીએ તેમના દીકરાને ઝેર આપીને હત્યા કરી છે. 14 જૂને સુશાંતે તેના ઘરમાં ફાંસી લગાવીને સુસાઇડ કર્યું હતું. ત્યાર બાદથી સૌકોઈની માગણીને ધ્યાનમાં રાખતાં હવે સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતના પિતાનો એક વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોમાં કે. કે. સિંહે કહ્યું હતું કે ‘રિયા મારા દીકરાને ઘણા સમયથી ઝેર આપતી હતી. તે મર્ડરર છે. તપાસ એજન્સીએ રિયા અને તેના સહયોગીઓની સત્વરે ધરપકડ કરવી જોઈએ.’

entertainment news bollywood bollywood news sushant singh rajput rhea chakraborty central bureau of investigation mumbai police