SSR કેસ: નારકોટિક્સ બ્યૂરોએ ડ્રગ કનેક્શનમાં રિયા સામે કેસ નોંધ્યો

26 August, 2020 09:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: નારકોટિક્સ બ્યૂરોએ ડ્રગ કનેક્શનમાં રિયા સામે કેસ નોંધ્યો

સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને જ્યા રાખવામાં આવ્યો હતો તે કૂપર હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ રિયા ચક્રવર્તી (ફાઈલ તસવીર)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. હવે આ કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ પણ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea chakraborty) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. NCBએ બુધવારે રિયા ચક્રવર્તી સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. NCBએ રિયા ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, જયા સાહા અને અન્ય એક સામે કેસ નોંધ્યો છે. હવે NCB સુશાંત અને તેના મૃત્યુ સાથે ડ્રગ્સનું શું કનેક્શન છે તેની પણ તપાસ કરવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરેક ખુલાસો ચોંકાવનારો છે. હવે અભિનેતાની મોતના મામલામાં નવું એન્ગલ સામે આવ્યું છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મની લોન્ડરિંગ કેસની તપાસ પહેલેથી જ કરી રહ્યું છે. હવે તેમણે ડ્રગ સિન્ડિકેટ કનેક્શનની તપાસમાં મદદ માટે NCBને કહ્યું છે. પછી આજે તેમણે રિયા ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, જયા સાહા અને અન્ય એક સામે કેસ નોંધ્યો છે. રિયા અને સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સપ પણ સપ્લાય કરવામાં આવ્યા હતા. હવે આ બાબતે જ તપાસ થશે. ઈડીએ જ જાણવા માંગે છે કે, આ આત્મહત્યા કેસમાં ડ્રગનું એન્ગલ છે કે નહીં.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આરોપ લગાવ્યો હતો કે સુશાંતે આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરાઈ છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તી ડ્રગ્સ નહોતી લેતી, વકીલે કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આજે CBIની તપાસનો આજે છઠ્ઠો દિવસ છે. આજે CBIએ સુશાંતના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ સિંહ અને વોચમેનની આજે પૂછપરછ કરી છે. બે પોલીસકર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. કારણ કે સુશાંતની હત્યા થઈ તે દિવસે તે દુબઈના ડ્રગ ડીલરને મળ્યો હતો.

entertainment news bollywood bollywood news central bureau of investigation mumbai police sushant singh rajput rhea chakraborty anti-narcotics cell