Chhichhore: બૉક્સ ઑફિસ પર ‘દંગલ’ શરૂ, 9મા દિવસે કરી આટલી કમાણી

15 September, 2019 04:04 PM IST  |  મુંબઈ ડેસ્ક

Chhichhore: બૉક્સ ઑફિસ પર ‘દંગલ’ શરૂ, 9મા દિવસે કરી આટલી કમાણી

છીછોરે

ફિલ્મ દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ છિછોરેની બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે બીજા અઠવાડિયાના બીજા દિવસે 9.42 કરોડની કમાણી કરી છે. તો બીજા અઠવાડિયાના પહેલા દિવસે ફિલ્મે 5.34 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મની કુલ કમાણી 83.59 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને આ ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાવવાથી 16.41 કરોડ રૂપિયા દૂર છે. જો કે ફિલ્મ આ અઠવાડિયે 100 કરોડ પાર કરે તેવી આશા છે.

આ વિશે સોશિયલ મીડિયા પર ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે લખ્યું છે, 'ફિલ્મ શનિવારે ટૉપ ફૉર્મમાં પાછી આવી ગઈ. ફિલ્મની કમાણીમાં કુલ 76.40 ટકાનો ઉછાળો આવ્યો છે. બધેથી ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી રહી છે. 100 કરોડ હવે વધુ દૂર નથી. ફિલ્મે બીજા અઠવાડિયે શુક્રવારે 5.34 કરોડ રૂપિયા અને શનિવારે 9.42 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. આ ફિલ્મની કુલ કમાણી હવે 83.59 કરોડ થઈ ગઈ છે. દરમિયાન ફિલ્મને સુપરહિટની શ્રેણીમાં મૂકી શકાય છે.'

ફિલ્મ છિછોરે નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે શ્રદ્ધા કપૂરની ખાસ ભૂમિકા છે. બધાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મ ઇન્જીનિયરિંગ કરતા વિદ્યાર્થીઓના જીવન સાથે જોડાયેલા મહત્વના વિષયોને ઉઠાવે છે. બધાં વર્ગના લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. દરમિયાન ડ્રીમ ગર્લ જેવી ફિલ્મ રિલીઝ થયા પછી આ ફિલ્મે પોતાની પકડ બૉક્સ ઑફિસ પર વધારે મજબૂત બનાવી છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

આ ફિલ્મના નિર્દેશકે આ પહેલા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલ બનાવી હતી. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મને વર્ડ ઑફ માઉથનો પણ લાભ મળ્યો છે. દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા નિર્માણ થઈ છે.

shraddha kapoor sushant singh rajput bollywood bollywood events bollywood gossips bollywood news