PM મોદીની બાયૉપિક પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

08 April, 2019 04:00 PM IST  |  નવી દિલ્હી

PM મોદીની બાયૉપિક પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

વડાપ્રધાન મોદીની બાયૉપિક પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' પર હાલ રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજીકર્તા અમન વર્માને કહ્યું કે તેઓ સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું છે અને તેમને શું વાત પર આપત્તિ છે. મામલા પર જસ્ટિલ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી ખંડપીઠે અરજીકર્તાને પુછ્યું કે ફિલ્મ જોયા વગર તેઓ કેમ નિર્ણય લઈ શકે કે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફરી આ મામલાની સુનાવણી થશે.

મહત્વનું છે કે હાઈકોર્ટમાં અરજી ફગાવવામાં આવ્યા બાદ અરજીકર્તાઓએ દેશની સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. અરજીકર્તા તરફથી એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી પહેલા ફિલ્મ રિલીઝ કરવાથી નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી પર અસર પડી શકે છે.

આ પહેલા વિવેક ઑબેરોયએ ફિલ્મને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવનારા લોકો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ગતું કે અનેક શક્તિશાળી લોકોએ તેમના વકીલના માધ્યમથી આ ફિલ્મની રિલીઝને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એવું કાંઈક કરીને કેટલાક સમય માટે અમારી ગતિને ધીમી કરી શકે છે પરંતુ આ ફિલ્મને રિલીઝ કરવાથી નહીં રોકી શકે. ફિલ્મની રિલીઝ ભલે ટળી ગઈ છે પરંતુ અને આ ફિલ્મને રિલીઝ કરાવીને જ દમ લેશું.

આ પણ વાંચોઃ PM Narendra Modi બાયોપિકઃહિન્દોસ્તાનની એક્તાનો ડાયલોગ પ્રોમો રિલીઝ

મહત્વનું છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ પાંચ એપ્રિલે રિલીઝ થવાની હતી, અનેક લોકોએ આ ફિલ્મની રિલીઝને લઈને સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. અત્યાર સુધી આ ફિલ્મને સેંસર બોર્ડનું સર્ટિફિકેટ નથી મળ્યું. જેના કારણે પાંચ એપ્રિલે રિલીઝ થનારી ફિલ્મ હવે 11 એપ્રિલે રિલીઝ થશે. જો કે એ જ સમયે દેશમાં લોકસભાના પ્રથમ ચરણમાં પણ ચૂંટણી થશે. મહત્વનું છે કે, દિલ્હી અને બૉમ્બે હાઈકોર્ટે આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

narendra modi vivek oberoi supreme court Loksabha 2019