સુપરસ્ટાર્સ બનાવટી ઍક્ટિંગ કરે છે : નવાઝુદ્દીન સિદ્દીકી

13 April, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે સુપરસ્ટાર્સ જેવી ઍક્ટિંગ કરશો તો હું શું કામ તમને જોઉં? જો તમારામાં કંઈક જોવા જેવું સારું હોય, કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય અને કંઈક ઓરિજિનલ પણ હોય તો એ હું જોવા માગું છું.’

નવાઝુદ્દીન સિદ્દિકી

ઊભરતા કલાકારોને સલાહ આપતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે સુપરસ્ટાર્સ નકલી ઍક્ટિંગ કરે છે. તેનું માનવું છે કે નવા કલાકારોએ પોતાની કંઈક અલગ સ્ટાઇલ અપનાવવી જોઈએ. જો તેઓ અન્યોની કૉપી કરશે તો લોકો તેમને પસંદ નહીં કરે. એ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું મારા પોતાના અનુભવથી તમને જણાવવા માગું છું કે તમારી ઓરિજિનાલિટીને ગુમાવવી ન જોઈએ. સુપરસ્ટાર્સ તો બનાવટી ઍક્ટિંગ કરે છે. એથી તેમની તરફ આકર્ષાઈ ન જતા. હું તમારી ઓરિજિનલ ઍક્ટિંગ જોવા માગું છું. જો તમે સુપરસ્ટાર્સ જેવી ઍક્ટિંગ કરશો તો હું શું કામ તમને જોઉં? જો તમારામાં કંઈક જોવા જેવું સારું હોય, કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય અને કંઈક ઓરિજિનલ પણ હોય તો એ હું જોવા માગું છું.’

bollywood news bollywood bollywood gossips nawazuddin siddiqui