Super 30ના ટીચર આનંદકુમારને છે બ્રેઈન ટ્યુમર

10 July, 2019 07:43 PM IST  |  મુંબઈ

Super 30ના ટીચર આનંદકુમારને છે બ્રેઈન ટ્યુમર

Super 30ના જાણીતા શિક્ષક આનંદકુમાર પર બનેલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. જો કે ફિલ્મની રિલીઝ પહેલા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. Super 30ના ઓરિજિનલ શિક્ષક આનંદકુમારને બ્રેઈન ટ્યુમર છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો થયો છે કે આનંદકુમાર બ્રેઈન ટ્યુમર સામે લડી રહ્યા છે. કદાચ એજ કારણ છે કે આટલી નાની ઉંમરે આનંદકુમાર પર બાયોપિક બની રહી છે. એક ઈન્ટરવ્યુમાં આનંદકુમારે કહ્યું કે કેવી રીતે તે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યા છે.

આ ઈન્ટરવ્યુમાં આનંદકુમારે કહ્યું કે,'હું જીવતેજીવ જો બાયોપિકમાં મારી યાત્રા જોઈ શકું તો મારા માટે આ બેસ્ટ વસ્તુ હશે.' ઈન્ટરવ્યુમાં આનંદકુમારે કહ્યું કે કેવી રીતે કેટલાક સમય પહેલા તેમને સાંભળવામાં સમસ્યા થથી હતી, બાદમાં ખબર પડી કે તેઓ સાંભળવાની 80થી 90 ટકા ક્ષમતા ખોઈ ચૂક્યા છે. તેમણે આ માટે ઈએનટી ટ્રીટમેન્ટ પણ કરાવી, જો કે તેનાથી કોઈ ફરક ન પડ્યો. બાદમાં 2014માં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર્સે તેમને કહ્યું કે તેમને બ્રેઈન ટ્યુમર છે. તેમણે એ પણ કહ્યું કે દરેક ઓપરેશનની સાથે તેના પર ખતરો વધી રહ્યો છે, અને ટ્યુમરની અસર તેમની અન્ય ઈન્દ્રિયો પર પડી રહી છે.

આ પણ વાંચોઃ Jigardan Gadhavi: કોન્સર્ટ પહેલા લંડનની ગલીઓમાં ફરવાનો લઈ રહ્યો છે આનંદ

આનંદકુમારે પોતાના ઈન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો કે 2014ની બેચના વિદ્યાર્થીઓને તેમની આ બીમારી વિશે ખ્યાલ હતો. ઉલ્લેખનીય છે કે આનંદકુમાર એક જાણીતા શિક્ષક છે જે IIT-JEE માટે વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. તેમણે એક શિક્ષક તરીકે સંખ્યાબંધ લોકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. 2010માં ટાઈમ્સ મેગેઝીને તેમને બેસ્ટ ઓફ એશિયા તરીકે સન્માનિત કર્યા હતા.

hrithik roshan bollywood entertaintment