Super 30: હ્રિતિક રોશનની ફિલ્મ જોઈને ભાવુક થયા ચાહકો

12 July, 2019 03:30 PM IST  |  મુંબઈ ડેસ્ક

Super 30: હ્રિતિક રોશનની ફિલ્મ જોઈને ભાવુક થયા ચાહકો

હ્રિતિક રોશન

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશનની સુપરહિટ ફિલ્મ 'સુપર 30' સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ બિહારના ગણિતજ્ઞ આનંદકુમારના જીવન પરથી બનાવાઈ છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશને આનંદકુમારની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ જોવા માટે કેટલાય દર્શકો સિનેમાઘરમાં પહોંચ્યા છે. ઘણાં દર્શકોએ ફિલ્મને ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોવા મળી તેનો આનંદ પણ વ્યક્ત કર્યો.

ફિલ્મ સુપર 30માં હ્રિતિક રોશનના આ અવતારને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા હતા. તો કેટલાક દર્શક ફિલ્મનું ટ્રેલર અને મ્યૂઝિકને કારણે પ્રોત્સાહિત થયા અને ફિલ્મ જોવા ઉત્સુક દેખાયા. ફિલ્મમાં ઇન્ટરવલ સમયે કેટલાક લોકોના આંખમાં પાણી આવેલા જોવા મળ્યા. બધાંએ ફિલ્મના પહેલા ભાગના ઘણાં વખાણ કર્યા. સાથે એ પણ કહ્યું કે આ ફિલ્મમાં દરેક ગરીબની હકીકત દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઇન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરીમાં કેટલાય ડ્રામેટિકલ વળાંક આવે છે, જે ફિલ્મને રોચક બનાવવાના ઉદ્દેશથી નાંખવામાં આવ્યા છે. ફિલ્મનો અંત સુખદ છે. ફિલ્મના અંતમાં લોકોના ચહેરા પર સફળતાનો હરખ જોવા મળે છે. ફિલ્મમાં દરેકને હ્રિતિક રોશનની ભૂમિકા અને ફિલ્મની સ્ટોરી ખૂબ જ ગમે છે. તો કેટલાક લોકોએ હ્રિતિકનો લૂક અને તેની બિહારી શૈલીને પણ વખાણી છે. જે રીતે બિહારનું જીવન પડદા પર બતાવવામાં આવ્યું તે પણ અમુક લોકોને ગમ્યું છે.

ફિલ્મ સુપર 30ના શરૂઆતના ભાગમાં આનંદ કુમારનું કૉલેજ જીવન દર્શાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે સંઘર્ષ કરીને આગળ વધે છે. ગણિતમાં તેને રસ છે અને સંસાધનોના અભાવ પછી પણ તેને ગણિત સાથે પ્રેમ છે. દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સિલેક્શન થઈ જાય છે પણ પૈસા અને સંપન્ન પરિવારના ન હોવાને કારણે અડમિશન લઈ શકતા નથી. દરમિયાન તેમના પિતાનું મૃત્યુ થઈ જાય છે અને ઘરની સંપૂર્ણ જવાબદારી હ્રિતિક રોશન પર આવી જાય છે અને તે પાપડ વેંચવા લાગે છે.

દરમિયાન તેના નસીબ ઉઘડે છે અને તે એક કૉચિંગ સેન્ટરમાં ભણાવવા લાગે છે. તેને લીધે તેને પૈસા પણ સારા મળવા લાગે છે પણ એક દિવસ તેને એકાએક સમજાય છે કે તેનું જીવન આ બધું કરવા માટે નથી. અને જે રીતે તે સંઘર્ષપૂર્ણ જીવન જીવ્યો છે. એવું જીવન ભારતમાં કરોડો ગરીબ બાળકો જીવે છે. જે પ્રતિભાવાન છે પણ તેમની પાસે સંસાધનોની ઊણપ હોવાને કારણે તેમને તક નથી મળતી. આ ગરીબ બાળકોના સપના પૂરા કરવામાં હ્રિતિક રોશન જોડાઈ જાય છે.

ફિલ્મનો અંત સકારાત્મક છે. ફિલ્મ છેલ્લે સુધી તમને તમારી જગ્યા પર જકડી રાખે છે. આ ફિલ્મ તે બધાં જ લોકો માટે છે જે જીવનમાં સંસાધનોની ઊણપ પછી પણ પોતાની ઇચ્છાશક્તિને આધારે સફળ થવાના પ્રયત્નો કરે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

નિર્દેશક વિકાસ બહલ પર લાગેલા મિટુના આરોપમાંથી છૂટ્યા પછી સારી રીતે કમબૅક કરી છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુરની ભૂમિકા પણ સારી છે. તો ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ એક વાર ફરી પોતાની ભૂમિકાથી લોકોને હસાવવામાં સફળ રહે છે. આ ફિલ્મને ઑડિયન્સે પાંચમાંથી સાડાત્રણ સ્ટાર આપ્યા છે. 154 મિનિટની આ ફિલ્મ દર્શકોના મનમાં એક આશાની કિરણ જન્માવવામાં સફળ થાય છે.

hrithik roshan bollywood bollywood news bollywood events bollywood movie review bollywood gossips