સની લીઓનીને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરે છે ઇન્ડિયન્સ

16 August, 2019 09:40 AM IST  |  મુંબઈ

સની લીઓનીને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરે છે ઇન્ડિયન્સ

સની લીઓનીને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરે છે ઇન્ડિયન્સ

ગુગલ પર શાહરુખ ખાન અને સલમાન ખાન કરતાં સની લીઓનીને ભારતીયો વધુ સર્ચ કરે છે. ગયા વર્ષે પણ સની ટૉપ પર હતી. આટલુ જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેણે પાછળ મુકી દીધા છે. સની લીઓનીની બાયોપિક ‘કરનજીત કૌર : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લીઓની’ને કારણે લોકો તેને વધુ સર્ચ કરે છે. એમાં પણ નોર્થઇસ્ટનાં રાજ્યો જેવા કે મણીપૂર અને આસામનાં લોકોમાં તે વધુ ફૅમસ છે. આ વિશે જણાવતાં સની લીઓનીએ કહ્યું હતું કે ‘મારી ટીમે મને એ વિશે જણાવ્યું હતું અને આ સિદ્ધિ હું મારા ફૅન્સને સમર્પિત કરવા માગુ છું જેઓ હંમેશાં મને સપોર્ટ કરતાં આવ્યા છે. આ અદ્ભુત ફીલિંગ છે.’

sunny leone bollywood news