સની લિયોનીએ બનાવ્યો એવો વીડિયો, કે જોત જોતામાં થઈ ગયો વાઈરલ

12 April, 2019 05:27 PM IST  | 

સની લિયોનીએ બનાવ્યો એવો વીડિયો, કે જોત જોતામાં થઈ ગયો વાઈરલ

સની લિયોની (File Photo)

સની લિયોની આજકાલ ટિકટોક પાછળ ક્રેઝી દેખાઈ રહી છે. આ એપ પર સની લિયોની રોજ નવા નવા વીડિયોઝ પોસ્ટ કરે છે. અને તેને સોશિયલ મીડિયા પર શૅર પણ કરે છે. તાજેતરમાં જ સની લિયોનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે વાઈરલ થઈ રહ્યો છે. સની લિયોનીએ જાણીતી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના ફેમસ ગીત પર ડાન્સ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે. સની લિયોનીનો આ વીડિયો જોઈને તમને સપના ચૌધરીને ભૂલીને સની લિયોનીના ડાન્સ મૂવ્ઝના દીવાના થઈ જશો.

તમે પણ જુઓ વીડિયો.

સની લિયોની અને ડેનિયલ વેબરે બુધવારે જ પોતાના લગ્નની એનિવર્સિરી ઉવજી છે. સની લિયોનીએ આ સેલિબ્રેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે સની લિયોનીની એનિવર્સરી માટેની કેક તેની પુત્રી નિશાએ બનાવી હતી.

આ પણ વાંચોઃ જબરદસ્ત ધૂમ મચાવી રહ્યા છે જૂના ગીતના આ ન્યૂ વર્ઝન

સની લિયોનીએ આ ફોટો સાથે કેપ્શન લખ્યું'હેપ્પી એનિવર્સરી ડેનિયલ... તુ મારા જીવનનો બેસ્ટ પાર્ટ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ અને આપણા બાળકો માટે બેસ્ટ ફાધર. સૌથી મોટી વાત એ છે કે આ કેક આપણી દીકરીએ બનાવી છે.'

હાલ સની લિયોની તમિલ ફિલ્મ વીરામાદેવીમાં કામ કરી રહી છે, જે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.

sunny leone bollywood