07 April, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલ ફિલ્મ ‘બૉર્ડર 2’ની સફળતા પછી હવે પોતાની નવી ફિલ્મ ‘ઍન્ટની’ની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે. આ એક ઍક્શન ફિલ્મ છે અને હાલમાં મુંબઈનું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યા પછી હવે તે આગળના સીન માટે ગોવા જવાનો છે.
‘ઍન્ટની’ની વાર્તા ગોવામાં ફેલાયેલા એક ક્રાઇમ-સિન્ડિકેટની આસપાસ ફરે છે. એમાં સની દેઓલ આ ગૅન્ગને ખતમ કરવા માગતા એક પોલીસ-ઑફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મના મોટા ઍક્શન સીન પણ ગોવામાં જ શૂટ કરવામાં આવશે. ફિલ્મમાં સનીની સાથે જ્યોતિકા અને વિજય વર્મા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. વિજય વર્મા આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ગોવામાં લગભગ એક મહિના લાંબું શૂટિંગ શેડ્યુલ રહેશે જે ફિલ્મ માટે ખૂબ મહત્ત્વનું છે.