✕

૨૧ વર્ષ પછી ઉદિત નારાયણ અને કુમાર સાનુનો અવાજ એકસાથે સાંભળવા મળશે

26 October, 2026 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલની આગામી ફિલ્મ સૂર્યા : અંત સે આરંભ તકમાં બન્નેએ એક ગીત ગાયું છે

ઉદિત નારાયણ અને કુમાર સાનુ

સની દેઓલ આ દિવસોમાં ૨૦ નવેમ્બરે રિલીઝ થનારી ‘સૂર્યા : અંત સે આરંભ તક’ને લઈને ચર્ચામાં છે. તબીબી ક્ષેત્રમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દા પર બનેલી આ ફિલ્મની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. રિપોર્ટ છે કે આ ફિલ્મમાં ૨૧ વર્ષ પછી એક સમયના ટોચના ગાયકો ઉદિત નારાયણ અને કુમાર સાનુનો અવાજ એકસાથે સાંભળવા મળશે. ઉદિત નારાયણ અને કુમાર સાનુએ આ ફિલ્મમાં સાથે મળીને એક ગીત ગાયું છે.
ઉદિત નારાયણ અને કુમાર સાનુએ છેલ્લે ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’માં ‘કહાં હો તુમ’ ગીત સાથે ગાયું હતું. ત્યારથી આ બન્ને દિગ્ગજ ગાયકોએ ક્યારેય સાથે કોઈ ગીત ગાયું નથી. ‘સૂર્યા : અંત સે આરંભ તક’નું આ ગીત મિત્રતા અને સાથની ઉજવણી કરે છે.

sunny deol udit narayan kumar sanu bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news