09 October, 2023 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
નેપોટિઝમને લઈને તેને આવો સવાલ થાય છે
બૉલીવુડમાં નેપોટિઝમને લઈને ખૂબ ટીકા થાય છે. એને લઈને સની દેઓલને સવાલ થાય છે કે જો પિતા તેનાં બાળકો માટે કામ નહીં કરે તો કોણ કરશે? સનીના દીકરા રાજવીર દેઓલની પહેલી ફિલ્મ ‘દોનોં’ હાલમાં જ રિલીઝ થઈ છે. સની દેઓલના પિતા ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર છે. સની દેઓલના ભાઈ બૉબી દેઓલ અને અભય દેઓલ પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. એવામાં નેપોટિઝમને લઈને સની દેઓલે કહ્યું કે ‘લોકો સતત નેપોટિઝમની ચર્ચા કરે છે. તો મને સવાલ થાય છે કે આ નેપોટિઝમ શું કહેવાય? બાદમાં મને વિચાર આવ્યો કે બાપ અપને બેટે કે લિએ નહીં કરતા તો કિસકે લિએ કરતા હૈ? ચાહે કોઈ ભી ફીલ્ડ મેં હો યે બાત મુઝે સમજ મેં નહીં આતી. કોઈ પણ ક્ષેત્ર હોય, પછી ઍક્ટિંગનું જ ફીલ્ડ કેમ ન હોય, દરેક પિતા તેના બાળકને આરામદાયક લાઇફ આપવા માગે છે.’