19 April, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ અને જાટ 2 પોસ્ટર
સની દેઓલ અને રણદીપ હૂડાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘જાટ’ હજી તો થિયેટરમાં ચાલી રહી છે ત્યારે સની દેઓલે સોશ્યલ મીડિયામાં ‘જાટ 2’નું પોસ્ટર રિલીઝ કરીને આ ફિલ્મની સીક્વલની જાહેરાત પણ કરી દીધી છે. ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં ‘જાટ 2’ ટાઇટલ સ્પષ્ટ નજરે ચડે છે. આ પોસ્ટની કૅપ્શનમાં સનીએ લખ્યું છે કે ‘હવે જાટ નવા મિશન પર જવાનો છે.’
સનીની આ અનાઉન્સમેન્ટ પછી એના ફૅન્સના ઉત્સાહમાં વધારો થયો છે અને ‘જાટ 2’ માટેની તાલાવેલી પણ વધી ગઈ છે.
જાટ સનીના કરીઅરની ત્રીજી સૌથી મોટી હિટ
સની દેઓલની ‘જાટ’ કમાણીની દૃષ્ટિએ તેની કરીઅરની ત્રીજા નંબરની ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૫૭.૯૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. કમાણીની દૃષ્ટિએ જોઈએ તો પહેલા અને બીજા નંબરે ‘ગદર’ સિરીઝ છે. ‘જાટ’ની સાત દિવસની કમાણી પર બાજુમાં નજર કરીએ...
|
ગુરુવાર |
૯.૬૨ કરોડ |
|
શુક્રવાર |
૭ કરોડ |
|
શનિવાર |
૯.૯૫ કરોડ |
|
રવિવાર |
૧૪.૦૫ કરોડ |
|
સોમવાર |
૭.૩૦ કરોડ |
|
મંગળવાર |
૬ કરોડ |
|
બુધવાર |
૪.૦૫ કરોડ |
|
કુલ |
૫૭.૯૭ કરોડ રૂપિયા |