27 December, 2025 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્રના દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલ
૨૪ નવેમ્બરે ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની ઉંમરે અવસાન થતાં તેમના ફૅન્સને ભારે આંચકો લાગ્યો હતો. ધર્મેન્દ્ર આટલી ઉંમરે પણ અભિનયની દુનિયામાં સક્રિય હતા અને તેમની અંતિમ ફિલ્મ ‘ઇક્કીસ’ હવે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. હવે ધર્મેન્દ્રના દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલ પપ્પા ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે.
‘ઇક્કીસ’ ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ હોવાથી એ દેઓલ-પરિવાર માટે ખાસ છે અને તેઓ આ ફિલ્મ માટે બહુ ભાવુક છે. આ કારણે જ પપ્પાને છેલ્લી વાર મોટા પડદા પર જોવા માટે સની અને બૉબી આ ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરી રહ્યા છે. જોકે આ સ્પેશ્યલ સ્ક્રીનિંગ કયા દિવસે યોજાશે એ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.