ફોટોના ગેરકાયદે ઉપયોગ બદલ પ્રોડક્શન કંપની સામે સુનીલ શેટ્ટીની પોલીસ-ફરિ

05 March, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોના ગેરકાયદે ઉપયોગ બદલ પ્રોડક્શન કંપની સામે સુનીલ શેટ્ટીની પોલીસ-ફરિ

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીએ એક ફિલ્મ પ્રોડક્શન કંપની વિરુદ્ધ તેના ફોટોનો પરવાનગી લીધા વગર ઉપયોગ કર્યો હોવાથી પોલીસ-ફરિયાદ કરી હતી. બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની વિરુદ્ધ સુનીલ શેટ્ટીએ ફરિયાદ કરી હતી. આ ફિલ્મનું નામ ‘વિનીતા’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુનીલ શેટ્ટીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેઓ ફિલ્મ માટે ફાઇનૅન્સ મેળવવા માટે તેના ફોટોનો ઉપયોગ કરી રહ્યા હતા. સુનીલ શેટ્ટીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. આ વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને નથી ખબર આ કોની ફિલ્મ છે અને એ લોકો કોણ છે. મેં આવી કોઈ ફિલ્મ સાઇન પણ નથી કરી. તેઓ જાહેરમાં આર્ટિસ્ટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ મારા નામનો ઉપયોગ કરીને ફિલ્મનું ફાઇનૅન્સ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી મારું રેપ્યુટેશન ખરાબ થઈ રહ્યું છે અને એથી મેં ફરિયાદ નોંધાવી છે.’

સુનીલ શેટ્ટીની સાથે બૉબી દેઓલના ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશે પ્રોડક્શન હાઉસના મૅનેજર રણવીર સિંહે કહ્યું હતું કે ‘અમે ભૂલ કરી હતી. અમે અમારી બે ફિલ્મોના કાસ્ટિંગની પ્રોસેસમાં છીએ જે માટે બે-ત્રણ ઍક્ટરની જરૂર છે. આ માટે અમે સુનીલ શટ્ટી અને બૉબી દેઓલ પર પસંદગી ઉતારી હતી. તેઓ કેવા દેખાશે એ માટે અમે તેમના ફોટોનો ઉપયોગ કરીને પોસ્ટર બનાવ્યું હતું. જોકે કોઈએ આ પોસ્ટરને સોશ્યલ મીડિયા પર વાઇરલ બનાવી દીધું હતું. પોસ્ટરને અમે ડિલીટ કરી દીધું છે.’

ત્યાર બાદ સુનીલ શેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે ‘ફાઇનૅન્સ એક્સપ્લોઇટેશન અને મારા ફોટોનો ઉપયોગ કરવા કરતાં પણ વધુ ખતરનાક યુવાન ટૅલન્ટનું શોષણ કરવું એ છે.’

entertainment news bollywood bollywood news