લોકો મને નોટિસ કરે એ માટે હું ખૂબ જ રાહ જોઈ રહ્યો હતો : સુનીલ ગ્રોવર

05 June, 2019 11:30 AM IST  | 

લોકો મને નોટિસ કરે એ માટે હું ખૂબ જ રાહ જોઈ રહ્યો હતો : સુનીલ ગ્રોવર

ફાઈલ ફોટો

સુનીલ ગ્રોવરનું કહેવું છે કે લોકો તેને નોટિસ કરે એની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. આજે રિલીઝ થઈ રહેલી સલમાન ખાનની ‘ભારત’માં તેણે કામ કર્યું છે. ટીવીમાં સફળતા મેળવવાની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ વિશે વધુ જણાવતાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી ઍક્ટર બનવા ઇચ્છતો હતો. સ્ક્રીને મને હંમેશાં અેની તરફ આર્કષ્યો છે. હું દરેક ઍક્ટરને જોઈને અભિભૂત થઈ જતો હતો. હું પણ તેમની જેમ બિગ સ્ક્રીન પર આવવા માગતો હતો. મેં પહેલી ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ ભગત સિંહ’ કરી હતી. મને વધુ પૈસા નહોતા મળી રહ્યા, પરંતુ એમ છતાં મેં એ કરી હતી.  હું સેટ પર અજય દેવગન સહિત બધાને હસાવતો રહેતો હતો. લોકો મને નોટિસ કરે એવું હું ઇચ્છતો હતો.’ 

આ પણ વાંચો:  સ્ટ્રીટ ડાન્સર 3Dનું દુબઈ શેડ્યુલ થયું પૂરું

sunil grover bollywood gossips gujarati mid-day