નૅશનલ એન્ટિ ડૉપિંગ એજન્સીનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો સુનીલ શેટ્ટી

12 December, 2019 03:27 PM IST  |  Mumbai

નૅશનલ એન્ટિ ડૉપિંગ એજન્સીનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો સુનીલ શેટ્ટી

NADA મો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો સુનિલ શેટ્ટી

(એ.એન.આઇ.) સુનીલ શેટ્ટીને નૅશનલ એન્ટિ ડૉપિંગ એજેન્સીનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિમવામાં આવ્યો છે. નૅશનલ એન્ટિ ડૉપિંગ એજેન્સી અને ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશને તાજેતરમાં જ ફૂટબૉલનાં ખેલાડીઓ માટે ડૉપિંગ માટે સજાગતા લાવવા માટે વર્કશોપ્સનું આયોજન કર્યું હતું. આવા વર્કશોપ્સ હવે સતત યોજવામાં આવશે. આ એજેન્સીનો ઉદ્દેશ ખેલાડીઓને ડૉપ-ફ્રીસ્પોર્ટ્સ રમવા માટે પ્રેરિત કરવાનો છે. મહિનામાં એક વખત આવા પ્રકારનાં વર્કશોપ્સનું આયોજન કરવામાં આવશે.


આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

સુનીલ શેટ્ટીને બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવવામાં આવતા એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીલ શેટ્ટીએ કૅપ્શન આપી હતી કે
મને ડૉપ-ફ્રીસ્પોર્ટ્સ માટે નૅશનલ એન્ટિ ડૉપિંગ એજેન્સીએ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવ્યો એ માટે હું ખૂબ સન્માન અનુભવી રહ્યો છું.



સંસ્થાનાં આ પ્રયાસને સફળ બનાવવા માટે હું પૂરું યોગદાન આપીશ. દેશનાં યુવા ઍથલિટ્સ પ્રામાણિકપણે સ્પોર્ટ્સ રમે એ દિશામાં તેમને એજ્યુકેશન આપીશ.

bollywood gossips bollywood news sunil shetty suniel shetty