સુધીર મિશ્રા ક્યારેક ચાર માસ્ક પહેરીને બેસે છે : અનુરાગ કશ્યપ

06 February, 2023 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના મનમાં બીમારીનો ભ્રમ બેસી ગયો છે - અનુરાગ કશ્યપ

સુધીર મિશ્રા

ફિલ્મમેકર અનુરાગ કશ્યપનું કહેવું છે કે ડિરેક્ટર સુધીર મિશ્રા ક્યારેક ચાર માસ્ક પહેરીને તમારી સામે બેસે છે. તેમના મનમાં બીમારીનો ભ્રમ બેસી ગયો છે. તો સાથે જ તેણે ફિલ્મમેકર હંસલ મહેતાને સારા કુક પણ જણાવ્યા છે. જોકે આ ત્રણેય સારા ફ્રેન્ડ્સ પણ છે. સુધીર મિશ્રા વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘સુધીરજીના મનમાં રોગનો ભ્રમ બેસી ગયો છે. તેઓ આજે પણ માસ્ક લગાવીને બેસે છે. ક્યારેક તો ચાર માસ્ક પહેરીને બેસે છે. સાથે જ ખૂબ દૂર પણ બેસે છે.’

અનુરાગને પૂછવામાં આવ્યું હતું કે તમે બધા જ્યારે મળો તો તમે કયા વિષય પર ચર્ચા કરો છો. એ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘અમે બધા જ વિષયો પર ચર્ચા કરીએ છીએ. એમાં પણ સૌથી વધુ ચર્ચા તો અમે ફૂડની કરીએ છીએ.’

entertainment news sudhir mishra anurag kashyap bollywood news bollywood gossips bollywood