નવરાત્રિને લઈને અશ્લીલ કમેન્ટ કરવી ભારે પડી ગયું ઇરોઝ નાઓને

23 October, 2020 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવરાત્રિને લઈને અશ્લીલ કમેન્ટ કરવી ભારે પડી ગયું ઇરોઝ નાઓને

તસવીર સૌજન્ય: વીકીપીડિયા

ઇરોઝ નાઓએ નવરાત્રિને લઈને વાંધાજનક કમેન્ટ કરી એથી લોકોએ એનો વિરોધ કરતાં આખરે માફી માગવી પડી છે. ઇરોઝ નાઓએ ટ્વિટર પર નવરાત્રિને સંબંધિત ટ્વીટ્સ કર્યા હતાં જેમાં એક અર્ધનગ્ન મહિલાનો ફોટો હતો એના પર લખ્યું હતું કે ‘ક્યા આપ મેરી નવરાત્રિમેં અપની રાત્રિ શામિલ કરના ચાહોગે?’

સોશ્યલ મીડિયામાં ઇરોઝની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી છે. જોતજોતામાં તો બૉયકૉટ ઇરોઝ નાઓ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. વિવાદ વધતાં આખરે ઇરોઝ નાઓએ માફી માગવી પડી છે. સાથે જ એ વિવાદિત ટ્વીટ્સ પણ ડિલીટ કરવા પડ્યાં છે. માફી માગતાં ટ્વિટર પર ઇરોઝ નાઓએ ટ્વીટ્ કર્યું હતું કે ‘અમે ઇરોઝ તમામની સંસ્કૃતિને પ્રેમ અને સન્માન આપીએ છીએ. કદી પણ અમારી મન્શા લોકોની લાગણીને દુભાવવાની નથી રહી. એથી અમે એને સંબંધિત પોસ્ટને ડિલીટ કરી છે. સાથે જ જો અમે કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એ માટે માફી માગીએ છીએ.’

કંગના રનોટે પણ ઇરોઝ નાઓની નિંદા કરી છે. ટ્વિટર પર કંગનાએ ટ્વીટ્ કર્યું હતું કે ‘આપણે કમ્યુનિટી જોઈ શકે એને યોગ્ય સિનેમાને સુરક્ષિત રાખવું જોઈએ. સેક્સ્યુઅલાઇઝ કન્ટેન્ટની સરખામણીએ દર્શકોના મોટા ભાગના લોકોને રોમાંચિત કરવા સૌથી વધુ અઘરું છે. કલાકારોનું ડિજિટલકરણ સંકટનો સામનો કરી રહ્યું છે. તમામ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ એક પૉર્ન હબ બની ગયાં છે. ઇરોઝ નાઓ આ શરમની વાત છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips