કાગઝની સ્ટોરી મનને સ્પર્શી જવાથી ૬ વર્ષ બાદ ડિરેક્શનમાં પાછા ફર્યા

29 December, 2020 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાગઝની સ્ટોરી મનને સ્પર્શી જવાથી ૬ વર્ષ બાદ ડિરેક્શનમાં પાછા ફર્યા

સતીશ કૌશિક ‘કાગઝ’ની સ્ટોરીથી આકર્ષિત થયા હોવાથી ૬ વર્ષ બાદ આ ફિલ્મના ડિરેક્શનમાં કમબૅક કર્યું છે. તેમણે ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘ગૅન્ગ ઑફ ઘોસ્ટ’ને છેલ્લે ડિરેક્ટ કરી હતી. ‘કાગઝ’માં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક એવી વ્યક્તિની છે જેને પોતે જીવંત છે એ સાબિત કરવામાં વર્ષો સુધી લડત લડવી પડે છે. ફિલ્મમાં મીતા વસિષ્ઠ અને અમર ઉપાધ્યાય પણ જોવા મળશે. આ ફિલ્મને ૭ જાન્યુઆરીએ ઑનલાઇન અને ઉત્તર પ્રદેશનાં કેટલાંક થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘મેં ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામનાર લાલબિહારી વિશે સમાચાર વાંચ્યા હતા અને તેની જર્ની મને સ્પર્શી ગઈ હતી. મેં જ્યારે તેના વિશે રિસર્ચ કર્યું તો મને લાગ્યું કે તેની સ્ટોરીને લોકો સુધી પહોંચાડવી જોઈએ. સાથે જ મારે મારી જાત માટે પણ આ ફિલ્મ બનાવવી હતી. આ જ કારણ છે કે ૬ વર્ષના ગૅપ બાદ મેં આ પ્રોજેક્ટને ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું હતું. આજે સમય અને ફિલ્મમેકિંગનાં પરિબળો પણ બદલાઈ ગયાં છે. આ ફિલ્મને ડિરેક્ટ કરવી એ મારા માટે માત્ર એક કલાકાર તરીકે નહીં પરંતુ એક ડિરેક્ટર તરીકે શીખવાનો એક અલગ અનુભવ હતો. મને ખાતરી છે કે લોકો આ સ્ટોરી સાથે કનેક્ટ થશે અને અમારી મહેનતની પ્રશંસા પણ કરશે.’

entertainment news bollywood bollywood news satish kaushik