ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્‍સ માટે બે નૉમિનેશન મળ્યાં ‘RRR’ને

14 December, 2022 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અવૉર્ડ સમારંભ આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીએ લૉસ ઍન્જલસમાં થવાનો છે.

RRR ફિલ્મ

‘RRR’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ માટે બે નૉમિનેશન મળ્યાં છે. એથી ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની ખુશીની કોઈ સીમા નથી રહી. આ અવૉર્ડ સમારંભ આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીએ લૉસ ઍન્જલસમાં થવાનો છે. થોડા દિવસો અગાઉ જ આ ફિલ્મને ન્યુ યૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલનો બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો છે. એવામાં હવે ફરીથી ઇન્ટરનૅશનલ લેવલ પર આ ફિલ્મને બેસ્ટ પિક્ચર નૉન-ઇંગ્લિશ લૅન્ગ્વેજ અને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ માટે નૉમિનેશન મળ્યાં છે. એથી ફિલ્મના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ કૅપ્શન આપી હતી, ‘અમારી ફિલ્મ ‘RRR’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ માટે બે કૅટેગરીમાં નૉમિનેટ કરવા માટે જ્યુરીનો આભાર. આખી ટીમને અભિનંદન. ફૅન્સ અને દર્શકોએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે પણ સૌનો આભાર.’

entertainment news bollywood news bollywood gossips bollywood RRR ss rajamouli golden globe awards