હૉલીવુડમાં ફિલ્મ બનાવવાનું સપનું છે રાજામૌલીનું

19 January, 2023 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ એસ. એસ. રાજામૌલીની મુલાકાત સ્ટીવન સ્પીલબર્ગ અને જેમ્સ કૅમરન સાથે થઈ હતી.

જેમ્સ કૅમરન અને એસ. એસ. રાજામૌલિ

એસ. એસ. રાજામૌલીનું સપનું છે કે તેઓ હૉલીવુડમાં ફિલ્મ બનાવે. તેમની ‘RRR’ દેશ-વિદેશમાં ધૂમ મચાવે છે. હાલમાં જ તેમની મુલાકાત સ્ટીવન સ્પીલબર્ગ અને જેમ્સ કૅમરન સાથે થઈ હતી. તેમણે રાજામૌલીની ખૂબ પ્રશંસા કરી હતી. એથી એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘અમને જે પ્રકારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે એને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો. આ જ કારણ છે કે હું ફિલ્મો બનાવું છું. એમાંથી આનંદ મેળવું છું અને એ જ આનંદ દર્શકોને આપવા માગું છું.’

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ફિલ્મ બનાવવા માટે અમેરિકા જશે? એનો જવાબ આપતાં રાજામૌલીએ કહ્યું કે ‘મારું એવું માનવું છે કે દરેક ફિલ્મમેકરનું સપનું હોય છે કે તે હૉલીવુડમાં આવીને ફિલ્મ બનાવે. હું પણ એમાંથી બાકાત નથી. હું એક્સપેરિમેન્ટેશન કરવા માટે તૈયાર છું.’

આ પણ વાંચો :  ટીમ ઇન્ડિયા સાથે ડિનર કર્યું જુનિયર એનટીઆરે

ભારતમાં ફિલ્મ બનાવતી વખતે પોતાના હાથમાં પાવર હોવાનું જણાવતાં રાજામૌલીએ કહ્યું કે ‘ભારતમાં હું આદેશ આપું છું. કોઈ મને ન કહી શકે કે ફિલ્મ કેવી રીતે બનાવવી.’ આમ છતાં તેમની ઇચ્છા તો કોઈની સાથે ભાગીદારી કરવાની છે. એ વિશે રાજામૌલીએ કહ્યું કે કદાચ મારું પહેલું સ્ટેપ કોઈની સાથે કોલૅબરેશન કરવાનું રહેશે.

entertainment news bollywood news bollywood gossips bollywood ss rajamouli RRR james cameron steven spielberg