આ છે RRRના ક્લાઇમૅક્સની ઝલક

20 January, 2021 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ છે RRRના ક્લાઇમૅક્સની ઝલક

ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીએ પોતાની ફિલ્મ ‘RRR’ના ક્લાઇમૅક્સની એક ઝલક શૅર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ પૂરું થવાને આરે છે. તેમણે જે ફોટો શૅર કર્યો છે એમાં વાતાવરણ ખાસ્સું તંગ અને હિંસક દેખાઈ રહ્યું છે. આ ફિલ્મમાં એનટીઆર, રામચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મૉરિસ સહિત અનેક કલાકારો જોવા મળવાના છે. આ એક ઇતિહાસની કથા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં સ્વાતંત્ર્યસેનાની કોમરામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુના યુવાનીના દિવસોની સ્ટોરી દેખાડવામાં આવશે. એસ. એસ. રાજામૌલીની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ક્લાઇમૅક્સનો ફોટો ટ્વિટર પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ ટ્વીટ કર્યું હતું કે ‘ક્લાઇમૅક્સનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મારા રામારાજુ અને ભીમ પોતાની ઇચ્છાને પૂરી કરવા માટે સાથે આવ્યા છે.’

entertainment news bollywood bollywood news ss rajamouli s.s. rajamouli upcoming movie