ઑસ્કરમાં ‘અવતાર 2’ સાથે ટક્કર થશે ‘RRR’ની?

06 December, 2022 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ઑસ્કરમાં ઇન્ડિયાની ઑફિશ્યલ ફિલ્મ તરીકે પસંદ નહોતી કરવામાં આવી એથી ઘણા લોકો નારાજ થયા છે

એસ. એસ. રાજામૌલીની ‘RRR`

એસ. એસ. રાજામૌલીની ‘RRR’ને હવે ઑસ્કરમાં નૉમિનેટ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મને ઑસ્કરમાં ઇન્ડિયાની ઑફિશ્યલ ફિલ્મ તરીકે પસંદ નહોતી કરવામાં આવી એથી ઘણા લોકો નારાજ થયા છે. જોકે હવે એને અમેરિકામાં વ્યવસ્થિત રીતે રિલીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Avatar: The Way of Water શૂટ કરવા માટે જેમ્સ કૅમરુને બનાવડાવ્યો ખાસ કૅમેરો...

આ રિલીઝ બાદ એનો ઑસ્કરની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવી શકે એવી શક્યતા છે. જો આ માટે એને પસંદ કરવામાં આવી તો એની ટક્કર ‘અવતાર 2’, ‘ટૉપ ગન મૅવરિક’ ‘બ્લૅક પૅન્થર : વકાન્ડા ફોરેવર’ અને ‘ધ બૅટમૅન’ જેવી ફિલ્મો સાથે થશે.

entertainment news bollywood news bollywood gossips bollywood ss rajamouli RRR avatar