‘ગોલ્ડન ગ્લોબ્સ’માં છવાઈ ગઈ ‘RRR’

12 January, 2023 03:02 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ‍્સની આફ્ટર પાર્ટીમાં ‘RRR’ની ટીમને સિંગર અને ઍક્ટ્રેસ રિહાનાએ જીત માટે શુભેચ્છા આપી હતી.

જુનિયર એનટીઆર અને રામચરણ એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRRના `નાટું નાટું` ગીતમાં

‘ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સ’માં એસ. એસ. રાજામૌલીની ‘RRR’ છવાઈ ગઈ છે. ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. એથી દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મને એમ. એમ. કીરાવાનીએ મ્યુઝિક આપ્યું છે. ગીતના લિરિક્સ ચન્દ્રબૉસે લખ્યા છે. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મને અવૉર્ડ મળતાં સોશ્યલ મીડિયામાં શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

2

આટલા મહિનાનો સમય કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને લાગ્યો હતો

20

આટલા દિવસનો સમય લાગ્યો હતો ગીતના શૂટિંગ માટે

43

ગીતના શૂટ માટે આટલા રીટેક લેવામાં આવ્યા હતા

આ પણ વાંચો : Golden Globe 2023:RRRના `નાટૂ નાટૂ` ને બેસ્ટ સૉન્ગ અવૉર્ડ, જાણો આલિયાનુ રિએક્શન

‘નાટુ નાટુ’ ગીતના શૂટિંગને ‘બ્યુટિફુલ ટૉર્ચર’ ગણાવે છે રામચરણ

એમ. એમ. કીરાવાની

RRR’ના ‘નાટુ નાટુ’ ગીતના શૂટિંગના અનુભવને રામચરણ ‘બ્યુટિફુલ ટૉર્ચર’ જણાવે છે. આ ગીતનાં સ્ટેપ્સ દેશ અને દુનિયાભરમાં ફેમસ થઈ ગયાં છે. આ ગીત માટે રામચરણ અને જુનિયર એનટીઆરે ખૂબ મહેનત કરી હતી. એ ગીતના શૂટિંગના અનુભવને યાદ કરતાં રામચરણે કહ્યું કે ‘આજે પણ મારાં ઘૂંટણ ડગમગી જાય છે. એ એક સુંદર ટૉર્ચર હતું અને જુઓ, આજે અમે ક્યાં પહોંચી ગયા છીએ.’

એ દરમ્યાન એસ. એસ. રાજામૌલીને પૂછવામાં આવ્યું હતું કે શું ઍક્શન સીક્વન્સ માટે તેઓ સખત વર્તન કરતા હતા? એનો જવાબ આપતાં એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘હું તેમની બાળકોની જેમ કાળજી લેતો હતો. કોઈને પણ ઈજા નહોતી થવા દીધી.’

‘RRR’ને મળતા રિસ્પૉન્સ પર એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે આટલા બધા લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે એની મને અતિશય ખુશી છે.

‘RRR’નું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં ‘RRR’ની ટીમની એન્ટ્રી ધમાકેદાર રહી હતી. આ ફિલ્મ દેશ-વિદેશમાં લોકોને ખૂબ પસંદ પડી છે. અવૉર્ડ ફંક્શનમાં એસ. એસ. રાજામૌલી અને તેમની વાઇફ રમા રાજામૌલી, એમ. એમ. કીરાવાની અને તેમની વાઇફ શ્રીવલ્લી, રામચરણ અને તેની વાઇફ ઉપાસના, જુનિયર એનટીઆર અને તેની વાઇફ લક્ષ્મી પ્રણતી પહોંચ્યાં હતાં. 

એસ. એસ. રાજામૌલી, એમ. એમ. કીરાવાની અને રામચરણે શેરવાની પહેરી હતી. તેમની વાઇફ સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. બીજી તરફ જુનિયર એનટીઆરે સૂટ અને તેની વાઇફે બ્લૅક આઉટફિટ પહેર્યા હતા. ‘RRR’ની ટીમ માટે આ દિવસ યાદગાર બની ગયો છે.

‘નાટુ નાટુ’નું શૂટિંગ થયું હતું યુક્રેનમાં

‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે. બેસ્ટ ઓરિજિનલ સ્કોર માટે આ અવૉર્ડ મળ્યો છે. જોકે આ ગીતનું શૂટિંગ યુક્રેનમાં થયું હતું. યુક્રેનના પ્રેસિડન્ટ વ્લોડિમિર ઝેલેન્સ્કીના કીવમાં આવેલા મૅરિનસ્કાઇ પૅલૅસમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એસ. એસ. રાજામૌલીએ કહ્યું હતું કે તેઓ પોતે ઍક્ટર હોવાથી તેમણે શૂટિંગ માટે પરવાનગી આપી હતી. આ ફિલ્મનું શૂટિંગ થયું હતું ત્યારે ત્યાં રશિયા સાથે યુદ્ધ નહોતું થઈ રહ્યું. ત્યાર બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને હજી પણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : ‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ

‘નાટુ નાટુ’ પર ડાન્સ કરવા લાગ્યો હતો શાહરુખ ખાન

આ એક વિશેષ સિદ્ધિ છે. એમ. એમ. કીરાવાની, પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, ચન્દ્રબોસ, રાહુલ સિપલીગંજને શુભેચ્છા. હું સાથે જ એસ. એસ. રાજામૌલી, જુનિયર એનટીઆર, રામચરણ અને ‘RRR’ની આખી ટીમને અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માનથી દરેક ભારતીયને ગર્વ છે.

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

ડાન્સ કરો અને આખું વિશ્વ તમારી સાથે ડાન્સ કરશે. ‘RRR’ અને ‘નાટુ નાટુ’ને ‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં જીત અપાવવા માટે થૅન્ક યુ. વિશ્વસ્તરે તમે દેખાડ્યું છે કે ભારતની વૈશ્વિક સ્તરે શું છાપ છે. એક એવો દેશ જે લોકોને સાથે ગીત ગવડાવવાની સાથે ડાન્સ પણ કરાવી શકે છે. વસુધૈવ કુટુમ્બકમ.

આનંદ મહિન્દ્ર, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ 

‘RRR’ને મળેલી આ સિદ્ધિ બદલ આખી ટીમને અભિનંદન. આપણા દેશ માટે આનાથી વધુ ગર્વની ક્ષણ ન હોઈ શકે કે ​વૈશ્વિક સ્તરે આપણી કળાને ઓળખ મળી છે. 

અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન, દિલ્હી 

તેલુગુનો ધ્વજ ઊંચે ઊડી રહ્યો છે. આંધ્ર પ્રદેશના લોકો વતી હું એમ. એમ. કીરાવાની, એસ. એસ. રાજામૌલી, રામચરણ અને જુનિયર એનટીઆર અને ‘RRR’ની આખી ટીમને અભિનંદન આપું છું. અમને સૌને તમારા પર ખૂબ ગર્વ છે.

વાય. એસ. જગન મોહન રેડ્ડી, મુખ્ય પ્રધાન, આંધ્ર પ્રદેશ

મારી પાસે શબ્દો નથી. સંગીતને કોઈ સીમા નથી હોતી. અભિનંદન અને પેડન્ના ‘નાટુ નાટુ’ ગીત આપવા માટે આભાર. આ એક સ્પેશ્યલ ગીત છે. વિશ્વભરના તમામ ફૅન્સ કે જેમણે આ ગીત પર ડાન્સ કરીને એને પૉપ્યુલર બનાવ્યું એ માટે સૌનો આભાર. 

એસ. એસ. રાજામૌલી

તમારી જીત પર ‘RRR’ને અભિનંદન. તમે દેશ માટે ગર્વ લઈ આવ્યા છો.

અમિતાભ બચ્ચન (તેલુગુમાં ટ્વીટ કર્યું)

ભારતીય સિનેમા માટે આ અદ્ભુત ક્ષણ છે. ‘RRR’ની આખી ટીમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. ખાસ કરીને એના માસ્ટર્સ એમ. એમ. કીરાવાની અને એસ. એસ. રાજામૌલીને અને મારા ફ્રેન્ડ્સ રામચરણ અને જુનિયર એનટીઆરને. વિશ્વભરમાં તેઓ લોકોનાં દિલોમાં ડાન્સ કરી રહ્યા છે. જય હો.

અનુપમ ખેર

સર, સવારે જાગીને ‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં મળેલી જીતને સેલિબ્રેટ કરવા માટે હું ‘નાટુ નાટુ’ ગીત પર ડાન્સ કરવા લાગ્યો હતો. તમને હજી આવા ઘણા અવૉર્ડ્સ મળવાના બાકી છે. તમે ભારતને ગર્વ અપાવ્યો છે.

શાહરુખ ખાન

આખો દેશ આજે ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરી રહ્યો છે. એમ. એમ. કીરાવાની, એસ. એસ. રાજામૌલી, રામચરણ, જુનિયર એનટીઆર અને ‘RRR’ની આખી ટીમને અભિનંદન. ગર્વની ક્ષણ છે.

અક્ષયકુમાર

મને અતિશય ખુશી થઈ છે અને ગર્વ અનુભવી રહ્યો છું કે ‘RRR’ના ‘નાટુ નાટુ’એ પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ’ જીતી લીધો છે. આખી ટીમને અભિનંદન. ભારતીય સિનેમા માટે આ અદ્ભુત બાબત છે.

કરણ જોહર

તમે આખરે કરી દેખાડ્યું. ‘RRR’ ખૂબ ગર્વ અને તમારા માટે ખુશી થઈ રહી છે. 

રશ્મિકા મંદાના

એમ. એમ. કીરાવાની ગારુ ‘ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ’માં બેસ્ટ સૉન્ગની જીત માટે અભિનંદન. સાથે જ પ્રેમ રક્ષિતની કોરિયોગ્રાફી પણ અદ્ભુત છે. પાછળ બેસીને એ ક્ષણને સેલિબ્રેટ કરુ છું કે એસ. એસ. રાજામૌલી સર, રામચરણ અન્ના અને જુનિયર એનટીઆર અન્નાના કામને જોઈ રહ્યો છું. ‘RRR’ની આખી ટીમે જે કામ કર્યું છે એ ઐતિહાસિક છે. ભારતીય સિનેમા માટે ગૌરવની ક્ષણ છે. સૌને પ્રેમ અને પાવર. તેમણે ભારતીય સિનેમા તરફ ધ્યાન દોર્યું છે. મારું માનવું છે કે આ તો હજી શરૂઆત છે.

વિજય દેવરાકોન્ડા

વિશ્વ આખું ભારતીય ફિલ્મને સેલિબ્રેટ કરી રહ્યું છે એ જોવું એક સપનું પૂરું થવા સમાન છે. આનાથી સારી રીતે વર્ષની શરૂઆત કંઈ ન હોઈ શકે. એમ. એમ. કીરાવાની ગારુ, એસ. એસ. રાજામૌલી સર, રામચરણ, જુનિયર એનટીઆર અને ‘RRR’ની આખી ટીમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. આવી તો હજી અનેક સિદ્ધિઓ મેળવવાની છે. 

મહેશબાબુ

ગોલ્ડન ગ્લોબ્સનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ જીતવા માટે એમ. એમ. કીરાવાની, એસ. એસ. રાજામૌલી અને ‘RRR’ની ટીમને દિલથી કૉન્ગ્રેચ્યુલેશન્સ.

અજય દેવગન

એસ. એસ. રાજામૌલી ગારુ, એમ. એમ. કીરાવાની ગારુ, રામચરણ, જુનિયર એનટીઆર, પ્રેમરક્ષિત, કાલભૈરવ, ચન્દ્રબોસ, રાહુલ સિપલીગંજ અને ‘RRR’ની આખી ટીમને અભિનંદન. પહેલી એવી એશિયન ફિલ્મ છે જે ગોલ્ડન ગ્લોબ્સનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ જીતી છે. ભારતીય સિનેમા માટે અતુલનીય જીત છે.

પ્રિયંકા ચોપડા જોનસ

૮૦મા ગોલ્ડન ગ્લોબ્સમાં ‘નાટુ નાટુ’ ગીતને અવૉર્ડ મળતાં ‘RRR’ની આખી ટીમને અભિનંદન.

અભિષેક બચ્ચન

‘RRR’ની આખી ટીમને ગોલ્ડન ગ્લોબ્સ મળતાં કૉન્ગ્રેચ્યુલેશન્સ. : અનિલ કપૂર

entertainment news bollywood news bollywood gossips bollywood ss rajamouli golden globe awards RRR ram charan new york city new york