શ્રીવિદ્યા રાજનના દાવા સામે ગુંજન સક્સેનાનો વળતો જવાબ

19 August, 2020 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીવિદ્યા રાજનના દાવા સામે ગુંજન સક્સેનાનો વળતો જવાબ

ગુંજન સક્સેના જાહ્નવી કપૂર સાથે (ફાઈલ તસવીર)

ભૂતપૂર્વ ઈન્ડિયન એર ફોર્સ (IAF) પાયલટ ગુંજન સક્સેના (Gunjan Saxena)ની બાયોપીક આવી ત્યારથી વિવાદોથી ગેરાયેલી છે. એવામાં તેની જૂની સહકર્મી શ્રીવિદ્યા રાજન (Srividya Rajan)એ જાહેરમાં એવો દાવો કર્યો છે કે ગુંજન પ્રથમ મહિલા કોમ્બેટ પાયલટ નથી. આ સામે ગુંજનનું કહેવુ છે કે ફિલ્મની રીલીઝ પહેલા છેલ્લા બે દાયકાથી કોઈ આક્ષેપ મૂકાયા નથી.

ગુંજને કહ્યું કે, હું જ્યારે કારગીલમાં ગઈ ત્યારે મે ક્યારે પણ એવુ નહોતુ વિચાર્યું કે હું નવા રેકોર્ડ બનાવીશ કે ઈતિહાસ રચીશ. મારુ ધ્યાન ફક્ત ફ્લાય કરીને કામ વ્યવસ્થિત કરવાનું હતું. કારગીલ યુદ્ધ બાદ IAFએ મીડિયા સાથેના ઈન્ટરેક્શનમાં મારુ નામ પ્રથમ મહિલા કોમ્બેટ પાયલટ તરીકે આપ્યું હતું. જુલાઈ 1999થી અત્યારસુધી મારુ નામ ઘણી હેડલાઈન્સ, આર્ટિકલ્સ, લીમકા બુક ઓફ રેકોર્ડ્સ અને એર ફોર્સ દ્વારા આયોજિત એક પ્રોમોશન પરિક્ષામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યું કે, આટલા વર્ષોમાં કોઈ વિવાદ નહોતો. જુલાઈ 1999થી આજની તારીખ સુધી કંઈ બદલાયુ નહી, પરંતુ જેવી ફિલ્મ રિલીઝ થઈ કે બધુ બદલાવા લાગ્યુ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં શ્રીવિદ્યા રાજને એક ફેસબુક પોસ્ટ લખી કે, ‘મુવીમાં ગુંજન સક્સેનાને કારગીલ યુદ્ધમાં એકમાત્ર લેડી પાયલટ દર્શાવવામાં આવી છે પરંતુ આ વાત ખોટી છે. કારગીલ યુદ્ધ શરૂ થયુ તે વખતે અમે બંને ઉધ્ધમપુરમાં તૈનાત હતા. હુ પ્રથમ મહિલા પાયલટ હતી અને મે સેનાની પહેલી ટૂકડી શ્રીનગરમાં તૈનાત કરવા માટે ફ્લાય કર્યું હતું.’

રિટાયર્ડ વિંગ કમાન્ડર નર્મિતા ચંડીએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે, ‘કારગીલમાં ગુંજન નહી પણ શ્રીવિદ્યા રાજન પ્રથમ લેડી પાયલટ હતી. જોકે મને ખાતરી છે કે આની ક્રેડિટ નહી મળી હોવા છતાં કોઈ ફરિયાદ શ્રીવિદ્યાને નહી હોય.’

entertainment news bollywood bollywood news bollywood gossips jhanvi kapoor