`પઠાણ` વિવાદમાં SRKના સમર્થનમાં આવ્યા સાઉથ સ્ટાર પ્રકાશ રાજ: કહ્યું...

16 December, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં, પ્રકાશ રાજે શાહરૂખ ખાનનો વીડિયો શૅર કર્યો છે

ફાઇલ તસવીર

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ `પઠાણ` (Pathaan)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. પઠાણનો બહિષ્કાર કરવાની સોશિયલ મીડિયા પર જોરદાર માગ ઊઠી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવ્યો હતો. આ દરમિયાન તેમણે ભાષણ આપ્યું અને સકારાત્મક રહેવાની વાત કરી. ઉપરાંત, તેણે કહ્યું કે તેને કોઈ વાતની પરવા નથી. શાહરૂખ (Shah Rukh Khan) અને દીપિકા (Deepika Padukone)ના સમર્થનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામે આવ્યા છે અને હવે તેમાં સાઉથ સ્ટાર પ્રકાશ રાજ (Prakash Raj)નું નામ પણ જોડાઈ ગયું છે.

તાજેતરમાં, પ્રકાશ રાજે શાહરૂખ ખાનનો વીડિયો શૅર કર્યો છે, જેમાં અભિનેતા સકારાત્મક રહેવાની વાત કરી રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની ફિલ્મ `પઠાણ` (Pathaan)નો ડાયલોગ બોલતો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શૅર કરતાં પ્રકાશ રાજે ટ્વીટ કર્યું, "હા... ગમે તે થાય... અમારા જેવા લોકો સકારાત્મક રહેશે. #Pathan #ShahRukhKhan #justasking".
પ્રકાશ રાજે દીપિકા પાદુકોણના સપોર્ટમાં કહ્યું છે કે “બેશર્મ BIGOTS….જ્યારે ભગવા કપડા પહેરીને રેપિસ્ટને હાર પહેરાવે છે, હેટ સ્પીચ આપે છે, ભગવાધારી સ્વામી બાળકીઓના રેપ કરે છે. તો આ ઠીક છે, પણ ફિલ્મમાં ડ્રેસ નહીં? ધૃણિત... ક્યાં સુધી આપણે આવી વાતો સાંખી લઈશું.”

પઠાણના ડાયલોગ સિવાય શાહરૂખ ખાન આ વીડિયોમાં કહેતા સંભળાય છે કે, “કેટલાક દિવસોથી અમે અહીં આવી શક્યા નથી. તમને લોકોને મળી શક્યા નથી, પરંતુ હવે દુનિયા સામાન્ય છે. અમે બધા ખુશ છીએ. હું સૌથી ખુશ છું અને મને આ કહેવામાં કોઈ વાંધો નથી. ભલે દુનિયા ગમે તે કરે, હું અને તમે અને બધા સકારાત્મક લોકો જીવંત છીએ.”

આ પણ વાંચો: જ્યારે બહેન ઉષા મંગેશકરને લતા મંગેશકરે ગાવા માટે આપ્યું પ્રોત્સાહન, થયા ખુલાસા

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પઠાણના ગીત `બેશરમ રંગ`ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ ગીતમાં દીપિકાએ કેસરી રંગની બિકીની પહેરી છે, જેને લોકો ફિલ્મના મેકર્સ પર કેસરી સાથે જોડીને ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

entertainment news bollywood news Shah Rukh Khan deepika padukone prakash raj