રાણા દગ્ગુબાટી પરિવાર સાથે હવે હૈદરાબાદથી ભારતના આ શહેરમાં થશે શિફ્ટ

06 October, 2019 04:15 PM IST  |  Mumbai

રાણા દગ્ગુબાટી પરિવાર સાથે હવે હૈદરાબાદથી ભારતના આ શહેરમાં થશે શિફ્ટ

રાણા દગ્ગુબાટી

Mumbai : બોલીવુડમાં ધુમ મચાવનાર સાઉથનો સુપર સ્ટાર રાણા દગ્ગુબાટી હવે ભારત પર ફર્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે તે છેલ્લા 4 મહિનાથી અમેરિકામાં હતો. હાલમાં જ સામે આવેલી તેની તસવીર જોઇને લોકો ચર્ચા કરી રહ્યા છે કે રાણા દગ્ગુબાટીને શું થઇ ગયું છે. તે શું કામ આટલો પાતળો થઇ ગયો છે. ત્યારે આ તમામ પ્રશ્નો વચ્ચે એક એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હવે રાણા તેના પરિવાર સાથે હૈદરાબાદથી મુંબઇ શહેરમાં શિફ્ટ થઇ રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી તેની આધિકારીક પુષ્ટી નથી થઇ.


રાણા દગ્ગુબાટીનું પરિવાર મુંબઈમાં ઘર શોધી રહ્યું છે
રાના દગ્ગુબાતી અને તેનો પરિવાર મુંબઈમાં સારું ઘર શોધી રહ્યો છે. રાનાની ફોઈ (સાઉથ સ્ટાર નાગા ચૈતન્યની માતા) લક્ષ્મી ચૈતન્યે હાલમાં એક્ટર સાથે રહેશે અને તેનું ધ્યાન રાખશે. ઉલ્લેખનીય છે કે રાનાની પિતા સુરેશ બાબુ તથા લક્ષ્મી ચૈતન્ય ભાઈ-બહેન છે.

આ પણ જુઓ : PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ

આ અંગે રાણા દિગ્ગુબાતીના પરિવાર કઇ બોલવા તૈયાર નથી
રાણા દિગ્ગુબાટી છેલ્લા 4 મહિનાથી ક્યા કારણથી અમેરિકામાં હતો તે વાતે જોર પકડ્યું છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે એવો દાવો કરવામાં આવ્યો છે કે રાણાએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે અને તેથી જ તે અમેરિકામાં હતો. જોકે, પરિવારે આ મુદ્દે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. એટલે કેરાણાએ આ વાતને માત્ર અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે તે અમેરિકામાં પોતાની આગામી ફિલ્મ હિરણ્યકશ્યપના VFX માટે હતો. રાણાએ આગામી ફિલ્મ વિરાટા પવમ 1992’ માટે વજન ઉતાર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થયું છે. હાલમાં જ રાણાએ ફિલ્મ હાથી મેરે સાથીનું શૂટિંગ પૂરું કર્યું છે.

PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ

 
bollywood bollywood gossips bollywood news rana daggubati