નેપાલમાં શેફની જવાબદારી સંભાળી અજિત કુમારે

27 April, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે નેપાલની મુલાકાત લીધી હતી એ દરમ્યાનનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે.

નેપાલમાં શેફની જવાબદારી સંભાળી અજિત કુમારે

અજિત કુમારે નેપાલની એક રેસ્ટોરાંમાં શેફની જવાબદારી સંભાળી છે. અજિત કુમારે તેમની બાઇક ટ્રિપ પર ઘણા એક્સ્પીરિયન્સ કર્યા હતા. તેમણે નેપાલની મુલાકાત લીધી હતી એ દરમ્યાનનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે. એક વિડિયોમાં તે લોકલ ફૂડની મજા માણતો જોવા મળી રહ્યો છે તો અન્ય એક વિડિયોમાં તે રેસ્ટોરાંના શેફનાં કપડાં અને હૅટ પહેરીને કુકિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ રેસ્ટોરાંના શેફ પણ હતા. તેણે આ ડિશ પોતાના માટે બનાવી હોય એવું લાગી રહ્યું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india