રસ્તા પર સુતેલા મા-દીકરાને ઘર આપવાની જવાબદારી ઉપાડી સોનુ સૂદે

20 July, 2020 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રસ્તા પર સુતેલા મા-દીકરાને ઘર આપવાની જવાબદારી ઉપાડી સોનુ સૂદે

સોનુ સૂદ

કોરોના કાળના સુપરહીરો તરીકે જો કોઈ ઓળખાતુ હોય તો તે છે અભિનેતા સોનુ સૂદ (Sonu Sood). લૉકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોચાડવા માટે સોનુ સૂદે બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. જરૂરિયામંદોની મદદ કરનાર સોનુ સૂદ ફરી એકવાર મજબૂર મહિલા અને બાળકની મદદે આવ્યો છે. આ વખતે અભિનેતાએ રસ્તા પર સુતેલા મા-દીકરાને ઘર આપવાનો વાયદો કર્યો છે.

ટ્વીટર પર અંકિત રાજગઢિયા નામનાં એક વ્યક્તિએ સોનુ સૂદને ટેગ કરી તેની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'સર આ મહિલાનાં પતિનું નિધન થયું છે. તે બિહારનાં પટનામાં રહેતી હતી. હવે મકાન માલિકે તેને ઘરમાંથી કાઢ મુકી છે. એક મહિનાથી રસ્તાનાં કિનારે પડી છે. બે નાના બાળકો ભૂખથી તડપી રહ્યાં છે. મદદ કરો આપ. સરકાર પાસેથી આમને કોઈ જ આશા નથી.'

આ પોસ્ટ જોઈને સોનુ સૂદ ભાવૂક થઈ ગયો હતો. તેણે રીટ્વીટ કરીને કહ્યું હતું કે, 'કાલે આ પરિવારનાં માથે છત હશે. અને આ બાળકો માટે એક ઘર જરૂર હશે.'

ભૂખ્યા બાળક અને અસહાય મહિલાની મદદ માટે સોનુ સૂદે લીધેલા આ પગલાંની સહુ કોઈ પ્રશંસા કરી રહ્યું છે અને ચારે બાજુ ફરીએકવાર સોનુ સુદના વખાણ થઈ રહ્યાં છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sonu sood twitter