26 August, 2025 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોનુ સુદ અવારનવાર પોતાના સોશ્યલ મીડિયાનો ઉપયોગ સામાન્ય નાગરિકો સાથે કમ્યુનિકેશન કરવા માટે તેમ જ તેમની મદદ કરવા માટે કરતો હોય છે. સોમવારે સોનુએ એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એક વૃદ્ધ મહિલા સાથે બેઠેલો જોવા મળે છે. વિડિયોની શરૂઆતમાં સોનુ કહે છે કે આ મહિલા એક અદ્ભુત ગાયિકા છે. તેણે સોશ્યલ મીડિયામાં જે વિડિયો શૅર કર્યો છે એમાં તે વૃદ્ધ મહિલાને ગીત ગાવાની વિનંતી કરે છે અને એ મહિલા પણ વિનંતીને માન આપીને મરાઠીમાં ગીત ગાતાં જોવા મળે છે.
આ વિડિયોની કૅપ્શનમાં સોનુએ લખ્યું, ‘દરેક વ્યક્તિમાં પ્રતિભા હોય છે. કેટલાક લોકોની પ્રતિભા છુપાયેલી રહે છે તો કેટલાક લોકોની પ્રતિભા છપાઈ જાય છે. અમ્મા તમે અદ્ભુત છો. ગણપતિ બાપ્પા મોરયા.’
આ વિડિયો પર યુઝર્સ પણ હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે. તેઓ સોનુ સૂદની સાથે-સાથે વૃદ્ધાના સૂર, લય અને અવાજની પણ પ્રશંસા કરી રહ્યા છે.