દુબઈથી રિટર્ન થતા સોનુ સૂદે પૅસેન્જરનો જીવ બચાવ્યો

18 January, 2023 04:47 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

સોનુ હાલમાં તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ફતેહ’માં કામ કરી રહ્યો છે.

સોનું સૂદ

સોનુ સૂદે હાલમાં દુબઈથી રિટર્ન થતી વખતે એક પૅસેન્જરનો જીવ બચાવ્યો હતો. સોનુ સૂદ દુબઈમાં ઇમિગ્રેશન લાઇનમાં ઊભો હતો એ દરમ્યાન એક મિડલ એજ વ્યક્તિ બેભાન થઈને જમીન પડી ગયો હતો. સોનુ સૂદે એ વ્યક્તિને તરત ઓશીકા પર સુવડાવીને તરત જ કાર્ડિયોપલ્મનરી રીસસીટેશન આપ્યું હતું. થોડી જ મિનિટમાં તે વ્યક્તિનો શ્વાસ શરૂ થઈ ગયો હતો. ઇમિગ્રેશન ઑફિસર અને જનરલ પોલીસે પણ સોનુનો આભાર માન્યો હતો. સોનુ હાલમાં તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ફતેહ’માં કામ કરી રહ્યો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood sonu sood dubai