શું સોનુ સૂદ બન્યો ટેલર?

17 January, 2021 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું સોનુ સૂદ બન્યો ટેલર?

કપડાં સીવતો સોનુ સૂદ

સોનુ સૂદ ટેલર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. એ દુકાનમાં તે લોકોને ફ્રી કપડાં સીવી આપશે. તેણે લૉકડાઉનમાં લોકોની ખૂબ મદદ કરી છે, તો બાળકોને એજ્યુકેશનમાં મદદ કરવાની સાથે જ તેણે લોકોને નોકરી પણ અપાવી છે. તેનો બિઝનેસ સાથે ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. તે પોતાના પિતાના શોરૂમમાં સતત જતો હતો એથી તેને અલગ-અલગ ફૅબ્રિકની પણ ઓળખ છે. સાથે જ કસ્ટમર્સને વસ્તુઓ કેવી રીતે વેચવી એની પણ તેનામાં આવડત છે. મશીન પર કપડાં સીવતો હોય એવો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુએ કૅપ્શન આપી હતી, ‘સોનુ સૂદ ટેલરિંગ શૉપ. અહીં ફ્રીમાં સિલાઈ કરવામાં આવે છે. પૅન્ટને બદલે નિકર બનાવવામાં આવે એની કોઈ ગૅરન્ટી નથી.’

યંગ ક્રિકેટર્સને પ્રોત્સાહન આપવાની પહેલને સપોર્ટ કર્યો છે સોનુ સૂદે

યુવા ક્રિકેટર્સને તેમનાં સપનાંઓને સાકાર કરવા માટે સોનુ સૂદ મદદ કરશે. એક સમયે સોનુ પણ ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતો હતો. જોકે યોગ્ય પ્લૅટફૉર્મ તેને મળી શક્યું નહીં. એ વિશે વિસ્તારમાં જણાવતાં સોનુ સૂદે કહ્યું કે ‘હું હંમેશાં ક્રિકેટર બનવા માગતો હતો, પરંતુ નાનું શહેર હોવાથી મને મંચ મળી શક્યો નહીં. જોકે આ યુવાનોને ક્રિકેટ રમતા જોઈને મને ખૂબ સારું લાગે છે. મને બૅટિંગ અને બોલિંગ કરવાનું ગમે છે, પરંતુ મને રમવા માટે વધુ સમય ન મળી શક્યો. મને એવું લાગે છે કે આપણે સૌએ આપણા કામમાંથી થોડો સમય કાઢીને પોતાની મનગમતી ઍક્ટિવિટીઝ કરવી જોઈએ. તમે ક્યારેક બાળકોને ન માત્ર ક્રિકેટ પરંતુ કોઈ પણ સ્પોર્ટ્સ રમતાં જુઓ તો તમને પણ સ્પોર્ટ્સ રમવાની પ્રેરણા મળશે.’

entertainment news bollywood bollywood news sonu sood