મોરની ગામમાં મોબાઇલ ટાવર લગાવ્યો સોનુ સૂદે

06 October, 2020 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોરની ગામમાં મોબાઇલ ટાવર લગાવ્યો સોનુ સૂદે

સોનુ સૂદ

સોનુ સૂદે ચંડીગઢમાં ઑનલાઇન સ્ટડીઝ માટે બાળકોને મોબાઇલ ફોન આપ્યા બાદ હવે હરિયાણાના મોરની ગામમાં મોબાઇલ ટાવર લગાવ્યો છે. સોશ્યલ મીડિયામાં એક વિડિયો ખાસ્સો વાઇરલ થયો હતો. વિડિયોમાં જોવા મળે છે કે એક બાળક મોબાઇલનું સિગ્નલ મળે એ માટે ઝાડની ડાળીએ જઈને બેસે છે જેથી તેના અન્ય વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરી શકે. આ વિડિયો સોનુ સૂદના ધ્યાનમાં આવતાં તેણે પોતાના ફ્રેન્ડ કરણ ગિલહોત્રા સાથે મળીને ગામમાં મોબાઇલ ટાવરની વ્યવસ્થા કરી આપી છે. એ વિશે સોનુએ કહ્યું હતું કે ‘બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. તેમને પોતાના ભવિષ્યને ઉજાળવાનો પૂરો અધિકાર છે. મારું માનવું છે કે આવા પડકારોથી તેમને આગળ વધતાં ન અટકાવવાં જોઈએ. અંતરિયાળ ગામમાં બાળકો ઑનલાઇન ક્લાસમાં ભણી શકે એ માટે મોબાઇલ ટાવર લગાવીને હું ગર્વ અનુભવું છું. હવે મોબાઇલનાં સિગ્નલ્સ પકડવા માટે તેમણે ઝાડ પર નહીં ચડવું પડે.’

entertainment news bollywood bollywood news sonu sood haryana