કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે નવું મિશન શરૂ કર્યું સોનુ સૂદે

12 January, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે નવું મિશન શરૂ કર્યું સોનુ સૂદે

સોનુ સૂદે હવે નવું મિશન શરૂ કર્યું છે એના અંતર્ગત તેનો ઉદ્દેશ બાળકોને શિક્ષિત કરવાનો છે. દેશમાં લાગેલા લૉકડાઉનને કારણે બાળકોને સ્માર્ટફોનના માધ્યમથી ઑનલાઇન ક્લાસિસમાં ભણાવવામાં આવે છે. જોકે એવાં કેટલાંય બાળકો છે જેમની પાસે સ્માર્ટફોન નથી હોતા. એથી હવે બાળકોને સ્ટડી માટે સ્માર્ટફોન્સ પૂરા પાડવાનું મિશન શરૂ કર્યું છે. તેનું એક જ ધ્યેય છે કે દેશનાં કોઈ પણ બાળકો હવે ઑનલાઇન ક્લાસિસથી વંચિત ન રહી જાય. એ વિશે વધુ જણાવતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન મને અહેસાસ થયો છે કે અનેક લોકોનાં બાળકોને ઑનલાઇન ક્લાસિસ નથી મળી રહ્યા, કારણ કે તેમની પાસે સ્માર્ટફોન્સ નથી. હું હવે એક એવું પ્લૅટફૉર્મ ઊભું કરી રહ્યો છું કે હવે જેમની પાસે ફોન નથી તેમને એક પર્યાય મળી રહેશે. કોઈ એજ્યુકેશનથી વંચિત ન રહી જાય. અમે એવા લોકોને એકઠા કરીશું અને તેમને સ્માર્ટફોન્સ આપીશું. કોરોનાકાળ દરમ્યાન અમે પંજાબ, હરિયાણા, તેલંગણા, આંધ્રપ્રદેશ અને મુંબઈમાં ૧૦૦ ફોન લોકોને આપ્યા હતા. અમારો ઉદ્દેશ એ છે કે તેમની કરીઅર ડૂબતી બચાવવામાં આવે અને સ્માર્ટફોન્સ લેવાની ક્ષમતા ન હોવાથી તેમનાં બાળકો ક્લાસિસમાં સામેલ નથી થઈ શકતાં એથી તેમના પેરન્ટ્સને શરમ ન લાગે. સાથે જ તેમનાં બાળકો પણ ફરિયાદ ન કરે કે તેમના પેરન્ટ્સ તેમના માટે સ્માર્ટફોન્સ નથી લઈ શકતા.’

entertainment news bollywood bollywood news bollywood gossips sonu sood