પોતાના ભાગનું પૃથ્વીરાજનું શૂટિંગ પૂરું કર્યું સોનુ સૂદે

16 January, 2021 03:43 PM IST  |  Mumbai | Agency

પોતાના ભાગનું પૃથ્વીરાજનું શૂટિંગ પૂરું કર્યું સોનુ સૂદે

સોનુ સૂદ

સોનુ સૂદે ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. મેકર્સ આ વર્ષે આ ફિલ્મને રિલીઝ કરવાના છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ અને ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજના રોલમાં જોવા મળશે. તો આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સંયોગિતાની ભૂમિકામાં દેખાશે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર, માનવ વિજ અને લલિત તિવારી પણ દેખાશે. સોનુ સૂદ સાઉથની ફિલ્મોમાં પણ દેખાવાનો છે. ‘પૃથ્વીરાજ’ વિશે સોનુ સૂદે કહ્યું હતું કે ‘મેં ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. કોરોનાની સ્થિતિ જ્યારે સુધરી જશે ત્યારે ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.’

sonu sood bollywood bollywood news akshay kumar