24 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
બૉલીવુડ અભિનેતા અને સખાવતને કારણે લોકપ્રિય બનેલા સોનુ સૂદની સોસાયટીમાં એક સાપ આવ્યો હતો અને એને પકડવા માટે તેણે એક સર્પમિત્રને બોલાવ્યો હતો. જોકે સોનુ સૂદને સાપ પકડતાં આવડતું હોવાથી સર્પમિત્ર વિકી દુબેના માર્ગદર્શન હેઠળ તેણે સહેલાઈથી સાપ પકડી લીધો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં સોનુએ કહ્યું હતું કે ‘આ એક ઇન્ડિયન રૅટ સ્નેક છે જે બિનઝેરી છે. મને સાપ પકડતાં આવડે છે એટલે મેં એને પકડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમારી સોસાયટીમાં સાપ આવે તો સર્પમિત્રની મદદ લઈને જ એને પકડાવજો.’