આ શુક્રવારે રી-રિલીઝ થઈ રહી છે સોનુ કે ટીટૂ કી સ્વીટી

05 March, 2026 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમણે એક ખાસ વિડિયો શૅર કર્યો.

રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’

કાર્તિક આર્યન સાથે નુસરત ભરુચા અને સની સિંહને લીડ રોલમાં ચમકાવતી ૨૦૧૮ની રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ ૬ માર્ચે ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હાલમાં કાર્તિક આર્યને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ની રી-રિલીઝની જાહેરાત કરી હતી. આ ફિલ્મને ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમણે એક ખાસ વિડિયો શૅર કર્યો. પોસ્ટ સાથે કાર્તિકે લખ્યું કે ‘આ શુક્રવારે ફરી એક વાર મોટા પડદા પર હાસ્ય અને ભાવનાઓનો આનંદ માણો. ૬ માર્ચે ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.’

kartik aaryan nushrat bharucha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news