27 November, 2026 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર
તાજેતરમાં સોનમ કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં મુંબઈને પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બનાવવા માટે લોકોને ‘ઓછી કાર ખરીદો’ એવી સલાહ આપી હતી. જોકે તેની આ કમેન્ટ લોકોને પસંદ પડી નહોતી અને તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. સોનમની આ વાત પર લોકો ‘સોનમ... પ્લીઝ, નેકસ્ટ ટાઇમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરજે’ એવી અને બીજી કમેન્ટ્સ કરી રહ્યા છે.
મુંબઈને પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બનાવવા માટે શું કરી શકાય એવા સવાલના જવાબમાં સોનમે કહ્યું હતું ‘ઓછી કાર ખરીદો, રસ્તા પર કચરો ન ફેંકો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ન કરો અને નદીઓને ગંદી ન કરો. હું બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મીઠી નદીની નજીક રહું છું અને એની હાલત જોઉં છું. આપણે સૌએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણાં બાળકો માટે વધુ સારું ભવિષ્ય છોડીને જઈએ.’