સોનમ કપૂરે કેમ માન્યો પિતા અનિલ કપૂરનો આભાર, જાણો સમગ્ર ઘટના

23 September, 2019 04:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

સોનમ કપૂરે કેમ માન્યો પિતા અનિલ કપૂરનો આભાર, જાણો સમગ્ર ઘટના

સોનમ કપૂર બહેન રેહા અને પિતા અનિલ કપૂર સાથે

પોતાના ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહેતી સુંદર અભિનેત્રી સોનમ કપૂર હવે એક સોશિયલ મીડિયો પોસ્ટના કારણે ફરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. હકીકતે, સોનમે એક પોસ્ટ શૅર કરતાં પિતા અનિલ કપૂરને લખ્યું છે કે એક ગ્રેટ લેસન શીખવાડવા માટે તમારો આભાર.

બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર હાલ પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટરને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. બૉક્સ ઑફિસ પર પ્રસ્થાનમ અને ડ્રીમ ગર્લ હોવાને કારણે ધ ઝોયા ફેક્ટર સારું પર્ફોર્મ નથી કરી શકી. જણાવીએ કે સંજય દત્તની પ્રસ્થાનમ અને સોનમની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ છે.

સોનમ કપૂરે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર બહેન રેહા કપૂર અને પિતા અનિલ કપૂર સાથેની પોતાની એક તસવીર શૅર કરતાં પિતાનો આભાર માન્યો છે. સોનમે પોસ્ટમાં લખ્યું છે કે તેના પિતાએ તેને શીખવ્યું કે કઈ રીતે જિજ્ઞાસાપૂર્વક સાંભળતાં શીખવું જોઇએ. ત્યાર પછી પ્રમાણિકતાથી પોતાનું કામ કરવું જોઇએ. કૉમ્યુનિકેશન માટે આપણું સાંભળવું વધારે જરૂરી છે અને સાંભળ્યા પછી જ આપણે જવાબ વાળવો જોઇએ.

આ પણ વાંચો : Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે

સોનમે આગળ લખ્યું છે કે પિતાએ શીખવ્યું કે આપણે જવાબ દેવાના હેતુથી જિજ્ઞાસાપૂર્વક સાંભળતાં જ નથી. આપણે ફક્ત શબ્દો સાંભળીએ છીએ. તેણે આગળ લખ્યું કે આ ગ્રેટેસ્ટ ટીચિંગ છે. સોનમે આ ગ્રેટ ટીચિંગ માટે પિતા અનિલ કપૂરને થેન્કયૂ લખ્યું છે. સોનમની આ પોસ્ટને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

sonam kapoor rhea kapoor anil kapoor bollywood bollywood events bollywood news bollywood gossips