midday

સસરાએ લંડનમાં ૨૩૧.૪૭ કરોડ રૂપિયામાં ખરીદેલી પ્રૉપર્ટીમાં રહેશે સોનમ

14 September, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ માળની આ રેસિડેન્શ્યલ પ્રૉપર્ટી હરીશ આહુજાએ જુલાઈમાં ખરીદી હતી
સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂરના સસરા હરીશ આહુજાએ લંડનના નૉટિંગ હિલમાં ૨૩૧.૪૭ કરોડ રૂપિયાની કિંમતનું ઘર ખરીદ્યું છે. ૮ માળની આ રેસિડેન્શ્યલ પ્રૉપર્ટી હરીશ આહુજાએ જુલાઈમાં ખરીદી હતી. ૨૦,૦૦૦ સ્ક્વેર ફીટની આ પ્રૉપર્ટીનું રીડેવલપમેન્ટ થઈ જાય એ પછી સોનમ અને તેનો પતિ આનંદ એના અમુક હિસ્સાનો પોતાના ઘર તરીકે ઉપયોગ કરશે અને બિલ્ડિંગના અન્ય હિસ્સામાં ફ્લૅટ‍્સ બનાવવામાં આવશે. ૨૦૧૮માં પરણેલી સોનમ થોડોક સમય લંડનમાં અને થોડોક સમય મુંબઈમાં રહે છે.

Whatsapp-channel
sonam kapoor london entertainment news bollywood bollywood news