મેરા બેટા આ રહા હૈ, ઉસકી ફોટો મત લેના : સોનમ કપૂર આહુજા

27 December, 2022 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનમ મુંબઈ ઍરપોર્ટ પર બ્લૅક અને બ્રાઉન આઉટફિટમાં દેખાઈ હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર આહુજાએ તેના દીકરા વાયુનો ફોટો લેવાની ફોટોગ્રાફરને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. સોનમ મુંબઈ ઍરપોર્ટ પર બ્લૅક અને બ્રાઉન આઉટફિટમાં દેખાઈ હતી. તેણે બ્લૅક બૂટ્સ અને સનગ્લાસિસ પણ પહેર્યાં હતાં. એ વખતે ત્યાં હાજર પાપારાઝીએ ફોટો માટે તેને ગેટ પાસે ઊભા રહેવા કહ્યું હતું. તેણે સ્માઇલ કરીને ફોટો ક્લિક કરવા દીધો અને બાદમાં તેણે તેના દીકરાનો ફોટો લેવાની ના પાડી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં સોનમ કહી રહી છે કે ‘મેરા બેટા આ રહા હૈ, ઉસકા પિક્ચર મત લેના.’ તેમણે પણ ખાતરી આપી કે તેઓ તેના દીકરાનો ફોટો ક્લિક નહીં કરે. એથી સોનમે કહ્યું કે થૅન્ક યુ સો મચ. થૅન્ક યુ.

entertainment news bollywood news bollywood gossips bollywood sonam kapoor