સોનમ કપૂરનો બેબી બમ્પ અને તેની સ્ટાઈલ આજે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય

02 February, 2026 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટાઇલિશ સોનમ તેના બેબી બમ્પને મસ્ત ફ્લૉન્ટ કરે છે. તેણે પોતાના ગ્લેમરસ લૂકમાં બેબી બમ્પ સાથે આજે પાપારાઝી માટે પોઝ કર્યો હતો.

સોનમ કપૂરની આ તસવીરો આજે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી- તસવીરો યોગેન શાહ

બોલિવૂડની ફેશન આઈકન અને સ્ટાઈલ ક્વીન સોનમ કપૂર આજકાલ અત્યારે બીજી પ્રેગનન્સીમાંથી પસાર થઇ રહી છે. સ્ટાઇલિશ સોનમ તેના બેબી બમ્પને મસ્ત ફ્લૉન્ટ કરે છે. તેણે પોતાના ગ્લેમરસ લૂકમાં બેબી બમ્પ સાથે આજે પાપારાઝી માટે પોઝ કર્યો હતો.  તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ક્લિપ્સમાં સોનમનો ફૂલી ગ્રોન બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેને તેણે કોઈપણ સંકોચ વગર બિન્દાસ્ત અંદાજમાં ફ્લોન્ટ કર્યો હતો. હંમેશની જેમ આ વખતે પણ સોનમે સાબિત કરી દીધું કે ફેશન તેના માટે માત્ર કપડાં પૂરતી સીમિત નથી, પરંતુ તે તેના આત્મવિશ્વાસ અને એટીટ્યુડનો એક ભાગ છે.

જોડિયા બાળકોની અટકળોએ જોર પકડ્યું

સોનમે ઓપન શર્ટ સ્ટાઈલનું આઉટફિટ પહેર્યું છે, જેમાં તે  બેબી બમ્પ સાથે ખૂબ સ્ટાઇલિશ પોઝ આપે છે . તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સોનમનો બેબી બમ્પ જોયા બાદ ચાહકોમાં અટકળોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે શું સોનમ કપૂર જોડિયા બાળકોની (ટ્વિન્સની) માતા બનવાની છે? જોકે, આ અટકળોને લઈને અત્યાર સુધી સોનમ કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. હાલમાં આ બધી વાતો માત્ર ચાહકોની ઉત્સુકતા અને અનુમાન સુધી જ સીમિત છે.

માર્ચ 2026માં બીજી વખત મમ્મી બનવાની શક્યતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમ કપૂર લગભગ 6 મહિનાની ગર્ભવતી હોવાનું કહેવાય છે અને માનવામાં આવે છે કે તે માર્ચ 2026ની આસપાસ તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. આ ખુશખબરને લઈને કપૂર પરિવાર અને આહુજા પરિવારમાં ઉત્સાહનો માહોલ છે અને સૌ તે ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રેગ્નન્સીના આ તબક્કામાં પણ સોનમ કપૂરની સ્ટાઈલ ગેમ બિલકુલ ઓન પોઈન્ટ છે. બેબી બમ્પ સાથે પણ તે શાનદાર ડ્રેસિંગ અને આત્મવિશ્વાસુ બોડી લેંગ્વેજ સાથે જોવા મળી રહી છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

મેટરનિટી ફોટોશૂટની આતુરતાથી રાહ

કેમેરાની સામે પૂરા આત્મવિશ્વાસ સાથે પોઝ આપતી સોનમ પરથી લોકોની નજર હટાવવી મુશ્કેલ બની ગયું હતું. હવે ચાહકોને માત્ર તેના બીજા બાળકના આવવાની જ રાહ નથી, પરંતુ તેના મેટરનિટી ફોટોશૂટને લઈને પણ જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે આ ખાસ તબક્કામાં પણ સોનમ કપૂર પોતાની સ્ટાઈલ અને ગ્રેસથી સૌના દિલ જીતી રહી છે.

sonam kapoor celebrity edition bollywood gossips bollywood buzz anil kapoor anand ahuja entertainment news