સોનમ અને આનંદ આહુજાએ સર્વન્ટ ક્વૉર્ટર્સ બનાવવા માટે લંડનમાં ખરીદ્યા પાંચ ફ્લૅટ

25 May, 2026 07:52 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહુજા હાલમાં પોતાનાં બે બાળકો સાથે લંડનમાં રહે છે અને ત્યાંના પ્રતિષ્ઠિત નૉટિંગ હિલ વિસ્તારમાં એક અત્યંત આલીશાન જીવન જીવે છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા

સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહુજા હાલમાં પોતાનાં બે બાળકો સાથે લંડનમાં રહે છે અને ત્યાંના પ્રતિષ્ઠિત નૉટિંગ હિલ વિસ્તારમાં એક અત્યંત આલીશાન જીવન જીવે છે. એક રિપોર્ટ પ્રમાણે અંદાજે ૩ વર્ષ પહેલાં કપલે નૉટિંગ હિલમાં એક જૂની અને બદતર હાલતમાં રહેલી હવેલી લગભગ ૨૧ મિલ્યન પાઉન્ડ એટલે કે અંદાજે ૨૭૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. કહેવાય છે કે ત્યારથી આ પ્રૉપર્ટીમાં મોટા પાયે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સોનમ અને આનંદ પોતાની હવેલીના રિનોવેશન પાછળ અત્યાર સુધી અંદાજે ૪.૭ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૬૦.૪ કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યાં છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સોનમ અને આનંદે આ હવેલીની નજીક આવેલી એક ઇમારતમાં પાંચ ફ્લૅટ ખરીદ્યા છે. આ ફ્લૅટ્સની કિંમત અંદાજે ૪ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૫૧.૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ આ ફ્લૅટ્સનો ઉપયોગ તેઓ પોતાના ઘરેલુ સ્ટાફ માટે ‘સર્વન્ટ ક્વૉર્ટર્સ’ તરીકે કરવા માગે છે. જોકે આ સમાચાર આવ્યા બાદ બિલ્ડિંગમાં રહેતા કેટલાક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.

sonam kapoor anand ahuja london bollywood buzz bollywood news bollywood entertainment news