સોનમ કપૂર પતિ સાથે આ રીતે એન્જોય કરી રહી છે વેકેશન

18 June, 2019 02:53 PM IST  | 

સોનમ કપૂર પતિ સાથે આ રીતે એન્જોય કરી રહી છે વેકેશન

પતિ આનંદ આહુજા સાથે સોનમ કપૂર

સોનમ કપૂર અને દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા ગયા વર્ષે લગ્નગ્રંથિમાં જોડાયા હતા. લગ્ન પછી સોનમ કપૂર અને આનંદ આહુજા પરફેક્ટ કપલ તરીકે જોવા મળ્યા છે. લગ્નના એક વર્ષ પછી આનંદ આહુજા અને સોનમ કપૂર હાલ જાપાનમાં વેકેશન મનાવી રહ્યા છે. જાપાનના તેમના વેકેશનની કેટલીક પોસ્ટ સોનમે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાએ પાછલા વર્ષે શીખ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. જેમાં બોલીવૂડ સ્ટાર્સે મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. હાલ આ સ્વીટ કપલ વેકેશન મનાવવા માટે જાપાન પહોંચ્યું છે. સોનમ કપૂરે વેકેશનના ફોટોઝ શૅર કર્યા હતા.

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને જાપાન પહોંચતાની સાથે તેણે આનંદ આહુજા સાથે ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં સોનમ કપૂર આનંદ આહુજા સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે. જાપાનની ટ્રીપ દરમિયાન સોનમ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહી હતી. સાઈટ સીન દરમિયાન પતિ આનંદ આહુજાને કિસ કરતો ફોટો સોનમે શૅર કર્યો હતો.

મોનો ફિલ્ટર સાથે આનંદ આહુજા અને સોનમ કપૂરે સેલ્ફી શૅર કરી હતી. ફોટોઝમાં સોનમ અને આનંદ કપૂર સાથે કુદરતી સૌંદર્ય માણતી જોવા મળી રહી હતી. આમ તો આનંદ આહુજા બોલીવૂડ સાથે જોડાયેલા નથી પરંતુ બોલીવૂડ ફેમિલીમાં લગ્ન થયા પછી આનંદ આહુજા પણ બોલીવૂડ સાથે જોડાઈ ગયા છે. આનંદ બોલીવૂડની પાર્ટીઝમાં પણ જોવા મળે છે.

bollywood gossips bollywood news sonam kapoor gujarati mid-day